ધરપકડ: મોટીવાવથી બોલેરોમાંથી રૂા.3.82 લાખના દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
લીમખેડા પોલીસે મોટીવાવ ગામેથી બોલેરો ગાડીમાં દારૂ લઇ જતા ઝાલોદ તાલુકાના બે વ્યક્તિને ઝડપી પાડયા હતા. - Divya Bhaskar

લીમખેડા પોલીસે મોટીવાવ ગામેથી બોલેરો ગાડીમાં દારૂ લઇ જતા ઝાલોદ તાલુકાના બે વ્યક્તિને ઝડપી પાડયા હતા.

  • 5.85 લાખના મુદ્દામાલ સાથે ઝાલોદ તા.ના બે ઝડપાયા

લીમખેડા તાલુકાના મોટીવાવ ગામેથી બોલેરોમાં હેરાફેરી કરતો 3.86 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂ સાથે ઝાલોદ તાલુકાના બે યુવકોને ઝડપી પાડયા હતા કુલ 5,86,800નો મુદ્દામાલ જપ કરી ઝડપાયેલા બંને સામે લીમખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે મોટીવાવ ગામેથી બોલેરો ગાડીમાં લઈ જવાતો 3.86 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જથ્થો અને બોલેરો મળી 5.86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ મથકના પી.એસ.આઇ એમ.જી ડામોર તથા માણસો ગતરોજ નાઈટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે મોટી વાવ ગામ પાસે ડીજે 20 એન-6261 નંબરની આવતી બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી હતી.

ગાડીમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ અને 97 પેટી જેમાં 3,86,800ની કુલ 3360 બોટલ જપ કરી હતી. કુલ 5,86,800ના મુદ્દામાલ સાથે ઝાલોદ તાલુકાના લીમડી માણેક બજારના હર્ષદકુમાર ઉર્ફે વીક્કી શોરીલાલ પાલ તથા કુટણખાનાનો મહેશ માલીવાડ ને ઝડપી પાડી લીમખેડા પોલીસે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: