ધરપકડ: મંડોર ગામમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ કારતૂસ સાથે મધ્યપ્રદેશનો એક ઈસમ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- આરોપી પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.2,70,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તથા તેની પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.270300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
બાતમીના આધારે આરોપી પકડાયો
ગતરોજ રાત્રિના સમયે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા વાંસીયાડુંગરી ગામે આવતા ત્યાં તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ટાવેરા ગાડી નં.GJ.17.N.1574 માં એક ઈસમે દેશી હાથ બનાવટની પિસ્તોલ સંતાડી રાખેલી છે. અને તે વરઝર ગામેથી વાંસીયાડુંગરી તરફ આવી રહેલો છે. તે બાતમીના આધારે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે મંડોર ગામે ચોકડી ઉપર આવી બાતમીવાળી ગાડીની વોચમાં ઊભા રહી વાહન ચેકિંગમાં હતા.
ડ્રાઈવર સીટના નીચે રાખેલી પિસ્તોલ મળી
તે દરમ્યાન વરઝર વાંસીયાડુંગરી રોડ તરફથી બાતમીવાળી ટાવેરા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કરતાં ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી નીચે ઉતારી ભાગવા જતાં પોલીસે તેને ઝડપી પાડેલો અને તેનું નામઠામ પૂછતાં તેને તેનું નામ સરદારભાઈ હરમલભાઈ પરમાર, રહે.બડાખુટાજા, પંચાયત ફળિયું, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું જણાવતા પોલીસે તેને સાથે રાખી પંચો રૂબરૂ GJ.17.N.1574 નંબરની ટાવેરા ગાડીમાં ઝડતી તપાસ કરતાં પોલીસને ટાવેરા ગાડીની ડ્રાઈવર સીટના નીચે સંતાડીને મૂકી રાખેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
પિસ્તોલના મેગેઝીનમાં ત્રણ રાઉન્ડ કારતુસ લોડ કરેલા મળ્યા
તેમજ પિસ્તોલ બહાર કાઢીને સાવચેતીપૂર્વક જોતાં પિસ્તોલના મેગેઝીનમાં ત્રણ રાઉન્ડ કારતુસ પણ લોડ કરેલા મળી આવ્યા હતા. જેથી ધાનપુર પોલીસે રૂ.20000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા રૂ.300 ની કિંમતના ત્રણ નંગ કારતૂસ તથા રૂ.250000ની કિંમતની ટાવેરા ગાડી મળી કુલ રૂ.270300નો મુદ્દામાલ કબ્જે કરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના 30 વર્ષીય સરદારભાઈ હરમલભાઈ પરમારની અટક કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed