ધરપકડ: ભથવાડાથી કારમાં હેરાફેરી કરતા દારૂ સાથે વડોદરાના 1ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ, કાર મળી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો

દેવગઢ બારિયા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.જે.પંચાલ તથા સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા. ત્યારે જીજે-06-ડીક્યુ-9788 નંબરની ગાડીમાં વિદેશી દારૂ ભરી ગોધરા તરફ જનાર બાતમી મળી હતી. જેના આધારે દેવગઢ બારિયાના પીએસઆિ સહિતનો સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વોચમાં હતા. ત્યારે પીપલોદ તરફથી બાતમી વાળી ઇસટીલો ગાડી આવતાં ગાડીના ચાલકને ઉભી રખાવી હતી. ગાડીમાં ડ્રાઇ‌રની બાજુની સીટમાં બેઠેલ વ્યક્તિ ગાડીમાંથી ઉતરી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ હાથ લાગ્યો ન હતો.

વડોદરાના ડ્રાઇવર અક્ષયકુમાર છત્રસિંહ બારીયાની પુછપરછ કરતાં તેને ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ નહી આપતાં ગાડીમાં તલાસી લીધી હતી. જેમાં પાછળની શીટ નીચે તથા સ્ટેરીંગની બાજુમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂના પ્લાસ્ટીકની બોટલો નંગ 119 તથા પતરાના બીયરના ટીન નંગ 54 મળી કુલ કિંમત 59,270ની કિંમતનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રોહી મુદ્દામાલ તથા 1000ની કિંમતનો એક મોબાઇલ અને 1,00,000ની કાર મળી કુલ 1,60,270ની કિંમતનો મુદ્દામાલ સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી બે સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી દે.બારિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: