ધરપકડ: ધાનપુરના કાલીયાવડથી ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 6 ઘરફોડીયાની ગેંગ મજૂરીના બહાને દિવસે રેકી કરી રાતે ત્રાટકતી હતી

દાહોદ જિલ્લાના કાલીયાવાડ ગામનો આરોપી ઘરફોડ ચોરી તેમજ જિલ્લામાં તેમજ જિલ્લા બહાર ઘરફોડ ચોરીના કુલ 11 ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો .તેના મુખ્ય સુત્રધાર ગણાતા આરોપી મળી કુલ બે આરોપીને આજરોજ દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામેથી પોલીસે વોચ દરમ્યાન મોટરસાઈકલ સાથે બંન્ને આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમી મળી હતી કે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે ઘરફોડ ચોરીનો આરોપી તેમજ તેનો મુખ્ય સુત્રધાર આરોપી એમ બંન્ને આરોપીઓ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે દહમાં ફળિયામાંથી મોટરસાઈકલ લઈ નીકળી રહ્યા છે.તેના આધારે પોલીસ કાફલો આ સ્થળે વોચ ગોઠવી ઉભો હતો. તેવામાં આરોપી મહેશભાઈ હિમલાભાઈ દહમા (રહે. કાલીયાવાડ, દહમા ફળિયુ, ધાનપુર,જિ.દાહોદ) અને તેની સાથે મુકેશભાઈ બળવંતભાઈ દહમા (રહે. કાલીયાવાડ, દહમા ફળિયું, તા.ધાનપુર,જિ.દાહોદ) એમ બંન્ને જણાને પોલીસે મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યાં હતાં. આ આરોપીઓએ તેમજ તેમની ગેંગના માણસોએ જિલ્લામાં તેમજ જિલ્લા બહાર કુલ 11 ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

આ ગેંગમાં કુલ 06 સભ્યો સંકળાયેસ છે. જે પૈકી પકડાયેલ આરોપી મહેશભાઈ હિમલાભાઈ દહમા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ઘરફોડ ચોરીના બે ગુન્હાઓ પણ નોંધાયેલ છે તેમજ એક ગુન્હો ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં અને એક પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલ છે .અન્ય પકડાયેલ આરોપી મુકેશભાઈ બળવંતભાઈ દહમાએ વર્ષ 2018ની સાલમાં ઘરફોડ ચોરીના કુલ 9 ગુનામાં પકડાયેલો.જેમાં ગોધરા શહેરના બે, દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બે, હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારનાએક, વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક, વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાઈ ચુકેલ છે.

આ આરોપીઓ અને તેમની ગેંગના માણસો દિવસ દરમ્યાન મજુરી કામના બહાને સ્થળ જગ્યાની રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા થતાં હતાં અને પોતાની સાથે લાકડીઓ જેવા મારક હથિયારોથી સજ્જ થઈ રેકી કરેલ બંધ મકાન તેમજ દુકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતાં હતાં .

દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી તેમની ગેંગના અન્ય સાગરરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: