ધરપકડ: ધાનપુરના ઉદલમહુડા રોડ પરથી દેશી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાઈક સાથે રૂ.28,550નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસની અંદર દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે કેટલાંક ઈસમોને પકડી પાડવામાં આવ્યાં હતાં. ત્યારે ફરીવાર દાહોદ એલ.સી.બી.પોલીસ દ્વારા ધાનપુર તાલુકાના ઉદલમહુડા ગામેથી એક મોટરસાઈકલના ચાલક પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યા છે. પોલીસે તમંચો તેમજ મોટરસાઈકલ મળી કુલ રૂ.28,550નો મુદ્દામાલ કબજે કર્યા છે.

દેશી હાથ બનાવટનો એક તમંચો ઝડપી પાડ્યો

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના ઉદલમહુડા રોડ પર વોચ ગોઠવી ઉભી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક મોટરસાઈકલ ચાલક પસાર થતાં પોલીસે તેને ઉભો રાખ્યો હતો. અને તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેને પગલે પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઝડપી પાડવામાં આવેલા ઈસમે પોતાનું નામ ચીમનભાઈ લેહરાભાઈ બારીયા (રહે. માળ ફળિયું, ગડવેલ ટોકરવા, તા.ધાનપુર,જિ.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તમંચો અને મોટરસાઈકલ મળી કુલ રૂ.28,550નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ઝડપાયેલા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: