ધરપકડ: દેવગઢ બારિયાના ભે દરવાજાથી તવેરામાં વડોદરા દારૂ લઇ જતા ત્રણ ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • રૂપિયા 1.22 લાખના વ્હિસ્કીના જથ્થા સાથે વડોદરાના ત્રણની ધરપકડ

દાહોદ LCB અને દેવગઢ બારિયા પોલીસ સ્ટાફે ભેગા મળી ભે દરવાજાથી ટાવેરા ગાડીમાં વડોદરા દારૂનો જથ્થો લઇ જતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. 4,32,400નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.દાહોદ LCB પીએસઆઇ એમ.એમ.માળી તથા અ.હે.કો. હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ,અ.હે.કો. દીનુભાઇ ધીરુભાઇ, પો. કો. પ્રકાશભાઇ નરસિંહભાઇ તથા સ્ટાફ દેવગઢ બારિયા વિસ્તારમાં દારૂની પેટ્રોલીંગમાં હતા. ત્યારે અંતેલા ગામે રોડ ઉપર હતા.

તે દરમિયાન લીમખેડા તરફથી આવતી ટાવેરા ગાડી પૂરઝડપે નીકળતાં પોલીસને તેમાં કંઇક શંકાસ્પદ લાગતા તેનો પીછો કરતા તેના ચાલકે વધારે સ્પીડથી ભગાવતાં દેવગઢ બારિયા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રાકેશભાઇ દીપસીંગભાઇ તથા રણજીતસિંહ ફતેસિંહ તથા LCBએ ભેગા મળી ટાવેલા ગાડીને ભે દરવાજા પાસેથી પકડી પાડી ડ્રાઇવર તથા તેની સાથે બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા.

ત્રણેયની પૂછપરછ કરતાં ડ્રાઇવરે પોતાનું નામ ડેનીસ રમેશભાઇ પોતદાન રહે. વડોદરાના વાઘોડિયા તથા તેની સાથેના હર્ષ અનિલ પંડ્યા રહે. વાઘોડિયાની નલંદા સોસાયટી, સંજય સંપત દેવીપૂજક રહે. આજવા રોડ સરદાર સ્ટેટ વિનય ગરબા ગ્રાઉન્ડનું જણાવ્યું હતું.

જ્યારે ગાડીમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બેગપાઇપર ડિલક્ષ વ્હીસ્કીની પેટી નંગ 15 જેમાં 180 મિલીની કાચની કુલ 720 બોટલ જેની કુલ કિંમત 1,22,400નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો તથા બે મોબાઇલ જેની કિંમત રૂા.10,000 તથા ત્રણ લાખની ટાવેરા ગાડી મળી કુલ 4,32,400નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ત્રણેય ખેપિયાઓ વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: