ધરપકડ: દાહોદના બે તાલુકામાંથી 2.31 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • વાકોટા, કાલીયાવાડમાંથી ત્રણ જીપ અને દારૂ ઝડપાયો
  • મુણધામાં ઘરમાંથી 1.74 લાખનો ટીન બિયરનો જથ્થો મળ્યો

દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળે અલગ અલગ જગ્યાએથી 2.53 લાખના દારૂ સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. ત્રણ જીપ તથા એક મોબાઇલ અને દારૂ મળી કુલ 11,56,680નો મુદ્દામાલ જપ્ત કરી કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ. પટેલ તથા સ્ટાફ આગામી ગતરોજ દારૂની ડ્રાઇવ તથા હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને પેટ્રોલીંગમાં હતા. ત્યારે દારૂની ચોક્કસ બાતમી મળતાં વાકોટા ગામે રોડ ઉપર વોચમાં ઉભા હતા.

ત્યારે મધ્યપ્રદેશ રાજ્ય તરફથી એક નંબર વગરની બોલેરો ગાડી આવતા તેને ઉભી રાખવાનો સંકેત કરતાં ચાલકે ઉભી ન રાખી ભાગવાની કોશીશ કરતાં પોલીસે પીછો કરી થોડે દૂર ગાડી ઉભી રખાવી હતી. ગાડીના ડ્રાઇવર મધ્યપ્રદેશના અલીરાજપુરના વરઝરના ઉમેશ શકરા સંગાડીયાની પૂછપરછ કરી હતી અને ગાડીમાં જોતાં વિદેશી દારૂની પેટીઓ જોવા મળતાં સુરેશ કલીયા પરમાર નામના વ્યક્તિ માટે કેન્સીંગ બગેલે દારૂ ભરી આપ્યો હતો તેવુ જણાવ્યું હતું. ગાડીમાંથી પેટીઓ નીચે ઉતારી તેમાંથી બિયરની 12 પેટી જેમાં કુલ 288 નંગ જેની કિંમત 25,920ની મળી આવી હતી.

જ્યારે ધાનપુરના કાલીયાવાડ ગામે કેટલાક લોકો એકબીજાની મેળાપીપણામાં બે અલગ અલગ ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મગાવી રાખ્યો હોવાની બાતમી મળતાં પોલીસે રેઇડ કરી હતી. જેમાં કાલીયાવાડનો નિલેશ હીમસીંગ દહમા, ખુમાન ભયજી રાઠોડને વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 504 બોટલ જેની કિંમત 53040ના જથ્થો અને તુફાન તથા મેક્ષ સવારી ગાડી મળી કુલ 6,53,040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જ્યારે ધનાર પાટીયાના સુરેશ કલીયા પરમાર અને કાલીયાવાડનો દિનેશ નાનીયા રાઠોડ ભાગી ગયા હતા. કુલ 9,81,960નો મુદ્દામાલ જપ્ત કરી સાત લોકો સામે ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે ઝાલોદ તાલુકાના મુણદા ગામનો ભરત ભલા ચારેલે પોતાના ઘરમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો મંગાવી રાખ્યો હોવાની બાતમી મળતાં લીમડી પોલીસે રેઇડ કરતાં તે ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો.

જ્યારે પોલીસે ખુલ્લા ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂની તથા ટીન બિયરની પેટીઓ નંગ 37 જેમાં કુલ 1296 બોટલો જેની કિમત 1,74,720ની મળી આવી હતી. જથ્થો જપ્ત કરી હાજર નહીં મળી આવેલા ભરત ભલા ચારેલ વિરૂદ્ધ લીમડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: