ધરપકડ: ત્રણ ગાડીમાં કટિંગ કરાતો 2.34 લાખનો દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું
- બે મહિલા સહિત 10 સામે ગુનો દાખલ
દાહોદના સાગટાળા- બારિયા રોડ પાસેથી દારૂની કટિંગ કરાય તે પૂર્વે છાપો મારી 2.34 લાખના દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાર વ્યક્તિ ભાગી ગયા હતા. દારૂ, ત્રણ ગાડી, મોબાઇલ સહિત 8.50 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ સ્ટેટ મોનિટરીંગ સેલે કુલ 10 વ્યક્તિઓ સામે સાગટાળા પોલીસ થકે ગુનો નોંધાવ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ એચ.વી.ચૌધરી તથા સ્ટાફના અને એસઆરપીના માણસો સાથે દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બારીયાથી સાગટાળા તરફ જવાના રોડ પાસે બામરોલી સીમાડા ફળીયાના ટેકરી પાસે માંડવ ગામનો કલસીંગ સુરસીંગ બારીયા દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી અલગ અલગ વ્યક્તિઓને સપ્લાય કરવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં પોલીસને જોઇ દારૂનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં મુકતા નાસભાગ મચી ગઇ હતી તેઓનો પીછો કરતા અંતેલાના ઇશ્વર ભારૂ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે માંડવનો કલસીંગ સુરસીંગ બારીયા, અંતેલાનો કલસીંગનો ડ્રાઇવર, જગદિશ ભુપત પટેલ, ઘોઘંબાનો પ્રવિણ રણજીત બારીયા ભાગી ગયા હતા. સ્થળ પરથી અલગ અલગ કંપનીના બીયરના ટીન નંગ 960 તથા દારૂ બોટલ નંગ 2310 મળી કુલ નંગ 3270 કિંમત 2,34,600નો જથ્થો કબ્જે લીધો હતો. તથા જીજે-17-ડબલ્યુ-3594 નંબરની સફારી ગાડી, જીજે-20-એ-4079 નંબરની બોલેરો અને જીજે-06-એચએસ-8993 નંબરની ઇક્કો જેની કિંમત 6,00,000 તથા 13,500ના ત્રણ મોબાઇલ મળી કુલ 8,49,900ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઝડપાયેલા એક તથા ભાગી ગયેલા ચાર અને મેન્દ્રા ના મંજુલા નાયક, ફુલપુરાના કિશન બારીયા, ડાંગરીયાના મંજુલા પ્રવિણ પટેલ, રૂવાબારીના લખા પટેલ અને મુવાડાના નાનજી પટેલ મળી કુલ 10 વ્યક્તિઓ સામે સાગટાળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed