ધરપકડ: ઝાલોદના બંધ મકાનમાંથી 950 કિલો માંસનો જથ્થો મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એફએસએલ રિપોર્ટમાં માંસ ગૌવંશનું હોવાનું પૃથક્કરણ થયું
  • સિકંન્દર ઇલીયાસ મોઢીયા તથા મકાન માલિક વિરુદ્ધ ગુનો

ઝાલોદ માંડલી ફળિયામાં એક બંધ મકાનમાં બળદ તથા ગૌવંશનું કતલ કરાયુ હોવાની બાતમીના આધારે ઝાલોદ પોલીસે તપાસ કરતાં કરી હતી. ત્યારે ઝાલોદ નગરના માંડલી ફળીયામાં રહેતા રહીમ મોઢીયાના ઘરે જતાં દરવાજો બંધ હોય ખોલી અંદર જોતાં કોઇ વ્યક્તિ હાજર મળેલ નહી. જ્યારે પાછળના ભાગે વાડામાં તપાસ કરતાં ગૌવંશનું કતલ કરી આશરે 950 કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા47,500નો માંસનો જથ્થો તથા નજીકમાં કતલ કરવા વપરાયેલી કુહાડી તથા એક છરો પડેલો મળી આવ્યો હતો.

આ દરમિયાન ઝાલોદ હિન્દુ સંગઠનના કાર્યકરો મનીષભાઇ દલપતભાઇ પંચાલ તથા હીમેષભાઇ પંચાલ પણ આવી ગયા હતા. માંસના સેમ્પલો લઇ એફ.એસ.એલ. સુરત ખાતે પરિક્ષણ માટે મોકલી આપ્યા હતા. તેમજ બાકીનો બાકીનો માંસનો મોટો જથ્થો મોટો ઉંડો ખાડો ખોદી તેમાં નાખી નાશ કરવામાં આવ્યો હતો. એફ.એસ.એલ. ખાતે મોકલાવેલા સેમ્પલ ગૌવંશનું હોવાનું પૃથકરણ થતાં ઝાલોદના કોળીવાડામાં રહેતા સિકંન્દર ઇલીયાસ મોઢીયા તથા મકાન માલિક વિરૂદ્ધ ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: