ધરપકડ: જેસાવાડામાં ઘરમાંથી 15 હજાર ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગરબાડા2 કલાક પહેલા
- કૉપી લિંક
- દારૂ, બાઇક મળી રૂા. 40,385નો મુદ્દામાલ કબ્જે કર્યો
- બૂટલેગર વિરુદ્ધ જેસાવાડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો
દાહોદ ડી.વાય.એસ.પી.ને બાતમી મળતાં કચેરીના સ્ટાફે ગરબાડા તાલુકાના જેસાવાડા આશ્રમ રોડ ઉપરથી એક રહેણાંક મકાનમાં છાપો મારી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 15,385નો દારૂ તથા એક મોટર સાયકલ મળી કુલ 40,385નો મુદ્દામાલ કબ્જે લઇ ઘરે હાજર નહી મળી આવેલ બુટલેગર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
દાહોદ ડી.વાય.એસ.પી. શૈફાલી બારવાલને બાતમી મળી હતી કે જેસાવાડા આશ્રમ રોડ પાસે રહેતો પ્રકાશ બારીયા મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી અ.હે.કો. નવજોતકુમાર, એ.એસ.આઇ. કોમલબેન, આ.પો.કો. મુકેશભાઇ તથા અશ્વિનભાઇએ ગુરૂવારે પ્રકાશ બારીયાના ઘરે છાપો મારતાં તે ઘરે મળી આવ્યો ન હતો. તેના ઘરની તસાલી લેતાં ત્રણ પ્લાસ્ટીકના થેલામાંથી દારૂ તથા બિયરની કુલ 134 બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો તેમજ મોટર સાયકલ જેની કિંમત 25,000 મળી કુલ 40,385નો મુદ્દામાલ કબ્જે લઇ ઘહે હાજર નહી મળી આવેલ બુટલેગર પ્રકાશ મડુ બારીયા વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed