ધરપકડ: ઘોડીયામાં ઝાલોદના યુવકોએ EVMની તોડફોડ કર્યાના કેસમાં 1 ઝડપાયો, 2 ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ મિત્રો શાળામાં EVMની તોડફોડ કરી અલગ અલગ ભાગતા હતા

ઝાલોદ તાલુકામાં મતદાનના દિવસે ઘોડિયા પ્રા.શાળામાં બુથમાં ઇવીએમ મશીનની તોડફોડ કરી ભાગતા ત્રણ યુવકો પૈકી એકને શાળાની બહાર ઉભેલા ટોળાએ પીછો કરી પકડી પાડ્યો હતો અને ટોળામાંથી કોઇકે માથામાં લાકડી મારી દેતાં યુવક ઘાયલ થયો હતો. જ્યારે બાકીના બે ભાગી ગયા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદના કસ્બા વિસ્તારમાં રહેતા અસલમઅલી ઉર્ફે અસફાક હૈદરઅલી ફકીર તથા કસ્બાનો મોહસીન મકરાણી, સીતાવટલીનો સાજીદ સૈયદ ત્રણેય મિત્રો તવેરા ગાડી લઇને ઘોડીયા ગામે મતદાન મથકે ગયા હતા. ત્યાં ભાજપનું મતદાન વધારે થતું હોવાનું જણાતા ત્રણેય જણાએ ઇવીએમ મશીન તોડવાનો નક્કી કરી મોહસીન અને સાજીદે તવેરા ગાડીમાં રાખેલા ડંડાઓ કાઢી લઇ ત્રણે જણા શાળાના બુથમાં અંદર જઇ મોહસીન અને સાજીદે ઇવીએમ મશીન ઉપર લાકડાના ફટકા મારી તોડફોડ કરી ત્રણેય જણા બહાર નીકળી અલગ અલગ ભાગતા હતા.

ત્યારે શાળાની બહાર ઉભેલા કેટલાક લોકોએ અસલમઅલી ઉર્ફે અસફાક હૈદરઅલી ફકીરનો પીછો કરતાં થોડે દૂર જતાં પડી જતા તે પકડાઇ ગયો હતો અને મોહસીન અને સાજીદ ભાગી ગયા હતા. ત્યારે ટોળામાંથી એક વ્યક્તિએ પકડાયેલા અસલમઅલી ઉર્પે અસફાક હૈદરઅલી ફકીરના માથાના ભાગે લાકડી મારી દેતાં નીચે પટકાતા શરીરે પણ સામાન્ય ઇજાઓ થઇ હતી. માથામાં ઇજા થ‌વાથી લોહી નીકળતું હોઇ 108ને બોલાવી સારવાર અર્થે લઇ જવાયો હતો. આ સંદર્ભે અસલમઅલી ઉર્પે અસફાક હૈદરઅલી ફકીરે લાકડી વડે હુમલો કરનાર અજાણ્યા વ્યક્તિ સામે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: