ધરપકડ: ગરબાડાના પાંદડીમાં વિદેશી દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, રૂ.1.34 લાખના દારૂ સાથે એક ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ લઈને આવનાર અન્ય ચાર જેટલા ઇસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ

ગરબાડા તાલુકાના પાંદડી ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂપિયા 1,34,880 ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એક આરોપીની અટક કરી છે. ત્યારે વિદેશી દારૂ લઈને આવનાર અન્ય ચાર જેટલા ઇસમો વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વિદેશી દારૂની 22 પેટીઓ પકડાઇ છે
ગરબાડા તાલુકાના પાંદડી ગામે મડિયાભાઈ ગણાવા, ગોપીભાઈ મડિયાભાઈ ગણાવા તથા મેંલેશ મડિયાભાઈ ગણાવા (ત્રણે રહે.વરમખેડા,તાલુકો જિલ્લો.દાહોદ) ત્રણેય જણા સફેદ ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ નંગ 22 જેમાં બોટલો નંગ 912 જેની કુલ કિંમત રૂપિયા 1,34,880 નો પ્રોહીબીશનનો જથ્થો પાંદડી મુકામે રામડુંગરા ફળિયા રહેતા ચુનીયાભાઈ ભૂરાભાઈના ઘરે લાવી કટીંગ કરતા હતા.

2 અજાણ્યા મોટરસાયકલના ચાલકો નાસી ગયા
આ અંગેની બાતમી દાહોદ એલ.સી.બી પોલીસને થતા પોલીસ કાફલો પાંદડી ગામે જવા રવાના થયો હતો. અને ઉપરોક્ત ચુનીયાભાઈના મકાનમાં તપાસ કરતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને જોતા ગોપીભાઈ મેંલેશભાઈ વિદેશી દારૂ લાવનાર 2 અજાણ્યા મોટરસાયકલના ચાલકો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતા. ત્યારે પોલીસે મડિયાભાઈ ગણાવાને ઝડપી પાડી કુલ કિંમત રૂપિયા 1,34,880 નો દારૂનો જથ્થો પોલીસે કબજે લઈ ઉપરોક્ત તમામ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: