ધરપકડ: આણંદ અને ખેડામાં 16 ચોરી કરનારા છરછોડા ગામના બે યુવકો ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- દાગીના વેચવા આવતા LCBએ દાહોદના બસ સ્ટેન્ડ બહાર જ ઘેરી લીધા
આણંદ અને ખેડા જિલ્લામાં રેકી કર્યા બાદ 16 ઘરફોડ ચોરી કરનારા છરછોડા ગામના બે યુવકોને એલસીબીએ દાહોદ શહેરના બસ સ્ટેન્ડની બહારથી ઝડપી પાડ્યા હતાં. આ બંને યુવકો દાગીના વેચવા માટે દાહોદ આવતાં ઝડપાઇ ગયા હતાં. બંને પાસેથી 3350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની પુછપરછ શરૂ કરાઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં મિલ્કત સબંધિ ગુનામાં સંડોવાયેલા વોન્ડેટ આરોપીઓને પકડવાની ઇ.મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ અને ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાએ સુચના આપી હતી. જેથી એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં LCB પીઆઇ બી.ડી શાહ અને પીએસઆઇ પી.એમ મકવાણાએ જુદી-જુદી ટીમો બનાવી હતી. ગરબાડા તાલુકાના છરછોડા ગામના સરપંચ ફળિયાના સંજય ભરત ભાભોર અને સીમોડા ફળિયાના દીલીપ રતના ભાભોર દાગીના વેચવા માટે દાહોદ આવ્યા હોવાની બાતમી મળી હતી.
જેથી LCBએ દાહોદ શહેર પોલીસની ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. આ સંજય અને દીલીપ દાહોદના બસ સ્ટેન્ડની બહાર જ મળી આવતાં તેમને ઝડપી પાડવામાં આવ્યા હતાં. નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં કરાયેલી ઘરફોડ ચોરીના દાગીના અને રોકડા રૂપિયા મળી બંને પાસેથી 3350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બંને યુવકોએ આણંદ અને ખેડા જિલ્લામાં વર્ષ 2020માં જ 16 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતાં તેમની વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
બંને જિલ્લાના કયા-ક્યાં ચોરીઓ કરી હતી: છરછોડાના બંને યુવકોએ આણંદ અને ખેડામાં 16 સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હતાં. તેમાં ભાલેજ,માતર, ભાદરણ, સાથે આણંદ શહેરમાં પાંચ, નડિયાદ રૂરલમાં એક, નડિયાદ શહેરમાં ત્રણ, વિદ્યાનગરમાં બે અને તારાપુર પોલીસ મથકની હદમાં બે સ્થળે ચોરીઓ કરી હોવાની બંનેએ કબૂલાત કરી છે.
દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતાં હતા: આણંદ અને ખેડામાં ઘરફોડ ચોરી કરનારા આ બંને યુવકો દિવસના સમયે વિવિધ વિસ્તારમાં બંધ મકાનની રેકી કરતા હતાં. બંને યુવકોએ મહત્તમ સ્થળે આ મોડ્સ ઓપરેન્ડી જ ચોરી કરી હોવાનું જાણવા મળ્યુ છે.
Related News
પર્દાફાશ: દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સરકારી આક અને વાસ્તવની સ્થિતિમાં ભારે તફાવત: ઝાલોદ તાલુકામાં કોરોનાના 300 કેસ એક્ટિવ, સરકારી ચોપડે ફક્ત 160
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ3 કલાક પહેલાRead More
Comments are Closed