ધરપકડ:દારૂના બે ગુનાનો પેરોલ ફર્લો આરોપી રંધીકપુરથી ઝડપાયો, દાહોદ પેરોલ ફર્લો સ્કવોડે બાતમી મળતા ઝડપી પાડ્યો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યના પોલીસ મહાનિદેશક રાજયમાં પેરોલ.કો વચગાળા જામીન, પોલીસ જાપ્તામાંથી , જેલ ફરારી કેદીઓ તથા નાસતો ફરતા, વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સુચના મુજબ દાહોદ પોલીસ અધિક્ષક હિતેષ જૌયસરે જીલ્લાના પેરોલ, વચગાળા જામીન, પોલીસ જાપ્તામાંથી જેલ ફરારી કેદીઓ તથા નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા આયોજનબધ્ધ કામગીરી હાથ ધરી હતી.

જેમાં પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ. સીસોદીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના માણસોની ગુપ્ત માહિતી આધારે પંચમહાલ જિલ્લાના શહેરા તથા મોરવા પોલીસ સ્ટેશનના દારૂના બે ગુનામાં નાસતા ફરતો છ માસથી પેરોલ ફર્લો આરોપી સીંગવડ તાલુકાના રણધીકપુર ગામના મહેન્દ્ર મોહન નીનામાને તેના ઘરેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પંચમહાલના શહેરા પોલીસ મથકે સોપ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: