દે. બારિયા APMCની વાઇસ ચેરમેનની ચૂંટણી 6 ઓક્ટોબરે

વાઇસ ચેરમેન માટે િવવાદ થયો હતો નવા વા. ચેરમેન કોણ બનશે તેની ચર્ચા

  • Dahod - દે. બારિયા APMCની વાઇસ 
 ચેરમેનની ચૂંટણી 6 ઓક્ટોબરે

    દે. બારીયા એપીએમસી ચેરમેન તથા વા. ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ભરત ભરવાડ વિજેતા બન્યા તથા વાઇસ ચેરમેન માટે ડખો થયો હતો. જેમાં વાઇસ ચેરમેનની ચૂંટણી છઠ્ઠી ઓક્ટોબરના રોજ યોજાશે જેમાં એપીએમસી ના સભ્યો સાલગીરા ફરવા જતા રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

    બારિયા એપીએમસીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે ભરત ભાઈ રણછોડભાઈ ભરવાડ બિન હરીફ ચુંટાઇ આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન માટે એપીએમસીના સભ્ય સુરસીંગભાઈ હીરાભાઈ હીરાભાઈ ચૌહાણ અને મુકેશભાઈ હિંમતભાઈ પટેલ હતા. ફોર્મ લેવામાં આવ્યા હતા બંને ઉમેદવારે ફોર્મ લેતા અંદરો અંદર ભારે ડખો ઉભો થયો હતો.આ ચૂંટણી ફોર્મ ના‌‌ ભરાવાના કારણે ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી.આ ચૂંટણીના રાજકારણમાં ભારે ગરમાયો હતો. ભાજપમાં અંદર અંદર ખેંચતાણથી નવા વાઈસ ચેરમેન બનશે તેની જોર પકડ્યું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: