દેવધાની શિક્ષિકાને ધમકાવી 43 હજારના મુદ્દામાલની લુંટ

રોકડ અને સોનાની ચેન લઇ ગયા બાઇક પર આવેલા લુટારુઓનું કૃત્ય

  • Dahod - દેવધાની શિક્ષિકાને ધમકાવી 43 હજારના મુદ્દામાલની લુંટ

    વરમખેડાના મૂળ વતની અને હાલ દાહોદના લક્ષ્મીનગરમાં રહેતાં મંજુલાબેન રમેશભાઇ પરમાર શાળાએથી ફરજ પૂર્ણ કરીને પોતાની મોપેડ ઉપર દાહોદ આવી રહ્યા હતાં. તે વખતે 5.30 વાગ્યાના અરસામાં અપાચે મોટર સાઇકલ ઉપર આવેલા ત્રણ લુટારુઓએ દેવધા ગામે ઓવરટેક કરીને તેમને રોક્યા હતાં. ધાક-ધમકી આપીને તેમની પાસેના રોકડા રૂપિયા પાંચ હજાર, એક મોબાઇલ અને 35 હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેન અને ચાવીઓની લુંટ કરીને ફરાર થઇ ગયા હતાં. શિક્ષિકા પાસેથી લુંટ થઇ હોવાની જાણ થતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: