દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 7ને નોટિસ

પક્ષાંતર ધારા અધિકારીની નોટિસથી રાજકારણ ગરમાયું 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગરનું તેડુ મોકલવામાં આવ્યું

 • Dahod - દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 7ને નોટિસ

  દેવગઢ બારીયા કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કાઉન્સિલરો મળી કુલ સાતે કોંગ્રેસ સામે બળવો કરી ભાજપમાં જોડાયા હતાં. જેથી પક્ષાંતર ધારા અધિકારીએ સચિવ દ્વારા નોટિસ ફટકારતા દેવગઢ બારીયા નગરપાલિકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

  દેવગઢ બારીયા નગરપાલિકાના ૨૪ સભ્યોના બોર્ડમાં ૧૩ સભ્યો કોંગ્રેસ પાસે અને ૧૨ સભ્ય ભાજપ પાસે હતા. તેવી સ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ માટેના કોગ્રેસ દ્વારા મદીના બેન રફીક ભાઈ ભીખા આ તમામ કાઉન્સિલરોએ પ્રમુખ તરીકે બિનહરીફ પ્રમુખ

  …અનુ. પાન. નં. 2

  નોટિસમાં શું જણાવ્યું છે

  ગુજરાતના નામોદિષ્ટ અધિકારી અને સચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આ બળવાખોર સભ્યોને નોટિસ પાડવી જણાવેલ હતું કે, ગુજરાત પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ રજુ કરેલ અરજી અંગેની પ્રથમ સુનાવણી પરિશિષ્ટમાં જણાવેલ સમયે અને સ્થળે રાખેેલ છે. આ મુદતના સમયે આપ તથા આપના અધિકૃત પ્રતિનિધિ અરજીના જવાબ સાથે આધાર પુરાવા સહિત હાજર રહેવા સૂચના આપવામાં આવેલ છે. જો તેમ કરવામાં ચુક કરશો તો આ અંગે આપને કોઈ રજૂઆત કરવી નથી તેમ માની પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ એક તરફી કાર્યવાહી કરાશે જેની નોંધ લેવી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: