દુષ્કર્મ: બાવકાના મિત્રની મદદથી તરુણીનું અપહરણ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના બાવકા ગામના યુવકે તેના મિત્રની મદદથી બાઇક ઉપર તરૂણીનું અપહરણ કરી લીમખેડા લઇ ગયા બાદ ત્યાંથી પોતાની પત્ની બનાવાના ઇરાદે બસમાં બેસાડી અપહરણ કરી ભરૂચ લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ સંદર્ભે તરૂણીએ યુવક અને તેના મિત્ર સામે જેસાવાડા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

દાહોદ તાલુકાના બાવકા ગામનો મુકેશ ઉર્ફે પ્રકાશ બાબુભાઇ ભાભોર તથા તેનો મિત્ર તા.9 જૂનના રોજ સવારે 8:00 વાગ્યાના અરસામાં નેલસુર ગામેથી એક તરૂણીને લીમખેડા ફરવા જવાના બહાને બાઇક ઉપર બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. ત્યાંથી મુકેશ ઉર્ફે પ્રકાશ બાબુભાઇ ભાભોરે પોતાની પત્ની તરીકે રાખવાના ઇરાદે લીમખેડાથી બસમાં બેસાડી ભરૂચ લઇ જઇ ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. મહામુસીબતે યુવકના ચૂંગાલમાંથી છૂટેલી તરૂણીએ પોતાના ઘરે આવ્યા બાદ મુકેશ ઉર્ફે પ્રકાશ બાબુભાઇ ભાભોર તથા તેના મિત્ર સામે આપેલી ફરિયાદના આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: