દુષ્કર્મ: કાલીયાગોટા ગામે મહિલાને ઘરમાં ખેંચી જઇ યુવકનું દુષ્કર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી
  • મહિલાની બળવંત ઉર્ફે કલુ બારીયા વિરુદ્ધ ફરિયાદ

દેવગઢ બારીયાના ઉચવાણ ગામની પરણિત મહિલાને કાલીયાગોટા ગામનાવાસના વાસના ભુખ્યા યુવકે પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મહિલાએ પોલીસમાં ગુનો નોંધાવાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથધરી હતી.

દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામના મોટા ફળિયામાં રહેતી 26 વર્ષીય પરણીત મહિલા ગત તા.11 માર્ચના રોજ કાલીયાગોટા ગામે સામાજીક પ્રસંગમા ગઈ હતી. ત્યારે રાત્રીના સમયે કાલીયાગોટા ગામના મેડી ફળિયામાં રહેતો બળવંતભાઈ કલાભાઈ ઉર્ફે કલુભાઈ બારીયાએ આ 26 વર્ષીય પરિણિત મહિલાને પકડી લીધી હતી અને તેના પોતાના ઘરમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ વાત કોઈને કહીશ તો તેને જાનથી મારી નાંખીશ તેવી ધાકધમકી આપી હતી.

આ સંબંધે ભોગ બનેલી પીડીતાએ દેવગઢ બારીયા પોલિસે કાલીયાગોટા ગામના બળવંત કલા બારીયા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: