દુર્ધટનાં: દેવધામાં પલટી ખાધા બાદ જીપ સળગી : બિયરનો જથ્થો ખાખ, બિયરના 171 ટીન જ પોલીસને મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગરબાડાથી મ. પ્ર.ની સરહદ પાંચ કિમી દૂર છે. ત્યારે અહીંથી વાહનો દ્વારા દારૂનો જથ્થો દાહોદની હદમાં ઘૂસાડાતો હોય છે. રાતના 12.30 વાગે દાહોદ-ગરબાડા હાઇવે પર દેવઘા ખાન નદીના પુલ પાસે આ જીપ રસ્તાની બાજુમાં પલટી ગઇ હતી. પલટી ખાધેલી જીપમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે અકસ્માતમાં ઉગરેલો ચાલક સળગતી જીપ છોડીને ફરાર થયો હતો. આની પોલીસને જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરતા ધસી ગયેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અકસ્માત થતાં જીપમાં ભરેલો બિયરનો જથ્થો રસ્તે રેલાયો હતો જ્યારે જીપનો મોટાભાગનો જથ્થો આગની લપેટમાં આવીને સળગીને ખાક થયો હતો. પોલીસને વીખેરાયેલા બિયરના 171 ટીન મળ્યા હતાં.17 હજારનાે બિયરના જથ્થા જપ્ત કરાયો હતો. જીપ ટ્રાફિકમાં અવરોધ ઉભો ન થાય તે હેતુથી એક તરફ ખસેડી દેવાઇ હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: