દુર્ઘટના: લીમખેડાના દુધિયા ગામે ટેમ્પાની ટક્કરે બાઇક સવારનુ મોત, અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ત્રણ બાઇર સવાર પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે એક ટેમ્પાના ચાલકે ટેમ્પો પુરઝડપે હંકારતા ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટરસાઈકલને અડફેટમાં લીધી હતી. મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા આવ્યા હતા. આ અંગે લીમખેડા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાઇ છે.
લીમખેડા તાલુકાના પાડલીયા ગામે નદી ફળિયામાં રહેતા દિનેશ મનુભાઈ નિનામા, મુકેશ નારૂભાઈ મછાર અને અક્ષય ઈશ્વરભાઈ સોલંકી આ ત્રણેય જણા ગત તા.20મી માર્ચના રોજ એક મોટરસાઈકલ પર સવાર થઈ દુધિયા હાંડી ફળિયાના માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં .તે સમયે ત્યાંથી એક ટેમ્પાના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે આ મોટરસાઈકલને ટટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર ત્રણેય જણા જમીન પર ફંગોળાયાં હતાં.
જેને પગલે દિનેશ નિનામાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મુકેશ અને અક્ષયને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે પાડલીયા ગામે નદી ફળિયામાં રહેતા મિથુન દિતાભાઈ નિનામાએ આજે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Related News
સરકાર દ્વારા માર્ગદર્શિકા: ખાનગી હોસ્પિટલ-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેકશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
ક્રાઇમ: દાવાના રૂપિયાનો નિકાલ કરતો નથી કહી યુવક પર હુમલો કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed