દુર્ઘટના: સંજેલીમાં રસોઈ બનાવતાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફ્રિજ પંખા સહિતનો સામાન બળીને ખાખ : બે મહિલાનો આબાદ બચાવ

દાહોદ જિલ્લાના સંજેલી સેવાસદન સામે એક મકાનમા રસોઈ બનાવતા ગેસ બોટલમાં અચાનક આગ લાગી જતા બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે. જયારે ઘર વખરી બળીને ખાખ થઇ ગઈ હતી. રવિવારના રોજ 11 વાગ્યાના અરસામાના સમયે સંજેલીના તાલુકા સેવાસદન સામે રહેતા સાઠીયા મજિતભાઈ શહીદભાઈના મકાનમા બે મહિલાઓ રસોઈ બનાવતી હતી.

ત્યારે ગેસ બોટલમાં અચાનક આગ લાગી જતા ઘર વખરી આગની લપેટમાં આવી ગયો હતો. ફ્રિજ, પંખો તેમજ અન્ય સામાનને પણ મોટું નુકશાન થયું હતું. આસપાસના કેટલાક યુવાનો દોડી આવતા આગની લપેટમાં આવેલા ગેસ બોટલને બહાર ફેંકી દીધો હતો પરંતુ રસોડામાં રહેલો સરસામાનને આગથી મોટું નુકશાન થયું હતું. ઝાલોદથી ફાયર ફાઈટર આવી ગયું હતું પરંતુ યુવાનોએ કાબુ મેળવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: