દુર્ઘટના: લીમડી ચાકલીયા રોડ પર ટ્રકની અડફેટે રિક્ષામાં બેઠેલી 2 યુવતીના મોત: 4 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લીમડીથી મજૂરી કરી પરત આવતાં અકસ્માત, ચાલક ફરાર

ઝાલોદ તાલુકાના લીમડી ચાકલીયા રોડ ઉપર ટ્રક ચાલકે અડફેટે લેતાં રીક્ષામાં બેઠેલી બે યુવતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ચારથી વધુ ઘાયલ થયા હતા. અકસ્માત કરી ચાલક ઘટના સ્થળે ટ્રક મુકી ભાગી ગયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઝાલોદના લીલવાઠાકોરના ડામોર ફળીયામાં રહેતા રાયસીંગ વાલાભાઇ ડામોર તથા પત્ની અને છોકરી શિલ્પાબેન તથા ગામના જીગ્નેશ ડામોર, લીલવાઠાકોરના કાળીબેન ડામોર, ખરસોડ ગામની ટીનાબેન ડામોર લીમડી ગામે મજૂરી કામે ગયા હતા. ત્યાંથી સાંજે છ વાગ્યાના અરસામાં ઘરે જવા નીકળ્યા હતા. ચાકલીયા ચોકડી ઉપરથી તેઓ વિમલ મુનિયાની રીક્ષામાં બેઠા હતા. દરમિયાન લીમડીથી ચાકલીયા જતાં રોડ પર સામેથી આવતી ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી લાવી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા તે રસ્તાની બાજુ ગટરમાં ફંગોળાઇ હતી. જેમાં રિક્ષામાં બેઠેલ 18 વર્ષીય શિલ્પા અને 19 વર્ષીય ટીના ડામોરને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે રાયસીંગભાઇ અને તેમના પત્ની લલીતાબેનને પણ શરીરે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી તેમજ અન્ય લોકોને પણ સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી ડ્રાઇવર ટ્રક ઘટના સ્થળે મુકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીમડી સહકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત સંદર્ભે રાયસીંગભાઇ વાલાભાઇ ડામોરે ટ્રક ડ્રાઇ‌ર વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: