દુર્ઘટના: પિતા ઉપર ધારિયુ ઉગામતાં વચ્ચે હાથ નાંખી દેતાં પુત્રીની આંગળી કપાઇ ગઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગાળો પુત્રીને સંભળાવતા પિતાએે ગાળો બોલવાની ના પાડતાં હુમલો

નગરાળા ગામમાં ખેતર અમારૂ છે તેમા તમારે ખેતી કરવાની નથી કહી ગાળો બોલી પુત્રની સંભાળવતા પિતાએ ગાળો બોલવાની ના પાડતાં ધારિયુ ઉગામતા પુત્રીએ વચ્ચે હાથ નાખી બચાવવા જતાં આગળી કપાઇને લટકી ગઇ હતી. તેમજ માતા અને કાકીને પણ માર મારી ઇજા પહોંચાડી હતી.

દાહોદ તાલુકાના નગરાળા ગામના ઉર્વશીબેન કનસિંહ ભુરીયાના ઘર આગળ ફળિયામાં રહેતા ચેનીયાભાઇ દલસીંગભાઇ ભુરીયા ખેતરનું હળ લઇને જતા હતા. ત્યારે કાઇડી વાળુ ખેતર અમારૂ છે તે તારે ખેડવાનું નથી કરી ઉર્વશીબેનના પિતાને ગાળો બોલી સંભળાવતો હતો. જેથી ઉર્વશીબેનના પિતા ગાળો બોલવાની ના પાડતાં અને પંચ રાહે જે નિકાલ થાય તે પ્રમાણે આપડે નિકાલ કરીશુ તેમ કહેતા સવિતાબેન ચેનીયાભાઇ ભુરીયા, જીતેન્દ્રભાઇ ચેનીયાભાઇ ભુરીયા, સંજયભાઇ ચેનીયાભાઇ ભુરીયા ઉશ્કેરાઇ જઇ ગાળો બોલતા જઇ આવી અને ચેનીયાભાઇએ કનસીંગભાઇને ધારીયુ ઉગામી મારવા જતા ઉર્વશીબેને હાથ વચ્ચે નાખી બચાવવા જતાં જમણા હાથની આંગળી કપાઇ લટકી ગઇ હતી.

તેમજ ચેનીયા ભુરીયાએ ધારીયુ મારતાં મકનસિંહના કાંડા પર ઇજા થઇ હતી. તથા છોડાવવા વચ્ચે પડેલા પુષ્પાબેન તથા નિષાબેનને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ગામના માણસો ભેગા થઇ જતાં ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપતા નાસી ગયા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: