દુર્ઘટના: દાહોદ જિલ્લામાં તહેવારો દરમિયાન વિવિધ માર્ગ અકસ્માતમાં 8નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દિવાળી દરમિયાન અકસ્માતોના સંખ્યાબંધ માર્ગ અકસ્માતમાં 5થી વધુ લોકોને જીવલેણ ઇજા

દાહોદ જિલ્લામાં દિવાળી અને નવાવર્ષના દિવસોમાં સંખ્યાબંધ માર્ગ અકસ્માત સર્જાયા હતાં. તેમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવતાં તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત પાંચથી વધુ લોકોને જીવલેણ ઇજા થતાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હતાં. અકસ્માતો અંગે પોલીસે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતાં શબ્બીરભાઇ પઠાણને સ્ટેશન રોડ ઉપર એક બાઇકના ચાલકે ટક્કર મારી હતી. ગંભીર રૂપે ઘાયલ શબ્બીરભાઇનું સારવાર વેળા મોત નીપજ્યુ હતું. બહેન રૂખસાના પઠાણે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના આગાવાડા ગામના વિછિયાભાઇ ભાભોરે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા મોટર સાઇકલથી પટકાતાં તેમનું મોત થઇ ગયું હતું. આ અંગે જીથરાભાઇ ભાભોરે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામના કમલેશભાઇની મોટર સાઇકલને મોટી ખરજ ગામ એક પીકઅપ જીપના ચાલકે ટક્કર મારી હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજતાં જગદીશભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે મધ્ય પ્રદેશના નવાપાડા ગામના પ્રતાપભાઇને એક મોટર સાઇકલના ચાલકે અડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું. જીથરાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડામાં પણ મોટરસાઇકલના ચાલકે ધાનપુરના ભુપેન્દ્રભાઇ તથા ભરતભાઇને ટક્કર મારી હતી. જેમાં ઘાયલ ભુપેન્દ્રભાઇનું મોત થઇ ગયું હતું. અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક પણ ગંભીર રૂપે ઘવાયો હતો. કનકસિંહ બારિયાએ ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના વરમખેડામાં રેંકડાના ચાલકે રોંગ સાઇડે હંકારી પલટી ખવડાવી દીધો હતો. અકસ્માતમાં શૈલેષભાઇ, રાજુડીબેન અને સાહિલ સહિતના મુસાફર ઘાયલ થયા હતાં. આ અંગે પાંગાભાઇ મિનામાએ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: