દુર્ઘટના: અભલોડ ગામે મકાઈના કડબમાં આગ ફાટી નીકળી

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ નજીક ગરબાડાના અભલોડ ગામે ભૂતખેડી ગામે એક ખેતરમાં પડેલ મકાઈના કડબમાં આગ ફાટી નીકળી હતી. તારીખ 4 નવેમ્બરના રોજ સાંજના સમયે ખેતરમાં પડેલ મકાઈના કડબમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ દાહોદના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન સહિતના ફાયરકર્મીઓએ સત્વરે ઘટના સ્થળે જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની આ બનેલી ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ, મકાઈનું મોટા પાયે પડેલ કડબ નષ્ટ થઇ જવા પામ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: