દુખદ: દેવગઢ બારિયા તાલુકામાં બે અકસ્માતમાં કારની ટક્કરે બે બાઇક ચાલકોના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ, દેવગઢ બારિયા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના પંચેલા અને પીપલોદ દેવગઢ બારિયા રોડ ઉપરની ઘટના

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પંચેલા ગામે કાર ચાલકે પાછળથી ટક્કર મારતાં ઘાયલ થયેલા મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આંતરસુબાના રાકેશભાઇ રામસીંગભાઇ કલાસવા તથા કલ્પેશભાઇ નનુભાઇ હઠીલા બન્ને જણા અલગ અલગ બાઇક ઉપર વડોદરાથી ઘરે આવતા હતા. ત્યારે પંચેલા ગામે હાઇવે ઉપર પુલ નજીક જીજે-06-એબી-1745 નંબરની મારૂતી કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી કલ્પેશભાઇ નનુભાઇ હઠીલાની મોટર સાયકલને પાછળથી ટક્કર મારી નીચે પાડી દઇ માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચાડી પોતાની ગાડી લઇને ભાગી ગયો હતો.

અકસ્માત સર્જાતા લોકો ભેગા થયેલા લોકોએ 108 બોલાવી ઇજાગ્રસ્તને લીમખેડા સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના કાકાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કાલીયાગોટાના રમેશભાઇ પટેલ તથા કિર્તનભાઇ લખાભાઇ પટેલ બન્ને જણા જીજે-20-એએ-0137 નંબરની મોટર સાયકલ ઉપર રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ઘરેથી નિકળ્યા હતા. તે દરમિયાન પીપલોદ બારીયા રોડ ઉપર જીજે-16-એજે-2682 નંબરની મારૂતી કારના ચાલકે રમેશભાઇની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતાં નીચે પાડી દેતાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કિર્તનભાઇને સારવાર અર્થે પીપલોદ સરકારી દવાખાને લઇ જતાં તેને વધુ સારવાર માટે રીફર કર્યા હતા. આ સંદર્ભે માવસિંગભાઇ કાળુભાઇ પટેલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: