દુખદ: ખોટાે વહેમ રાખી ત્રાસ અપાતાં પરિણીતાની ફાંસો ખાઇ આત્મહત્યા, તબેલામાં લોખંડની પાઇપમાં દોરડી વડે ફાંસો ખાધો

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નાનીખરજમાં સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના નાની ખરજમાં પતિ તથા સાસુ સસરાએ ખોટા વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી આપઘાત કરવા દુષ્પ્રેરણ કરતાં 27 વર્ષિય પરણિતાએ ઘરમાં બનાવેલા તબેલામાં લોખંડની પાઇપમાં દોરડી વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ તાલુકાના ખરોડ ગામના તાજહીંગભાઇ ટીટાભાઇ ડામોરની 27 વર્ષિય છોકરી મીનાબેનના લગ્ન આઠેક વર્ષ અગાઉ નાની ખરજના જયેશભાઇ દિનેશભાઇ ડાંગી સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા અને વસ્તારમાં 4 અને 6 વર્ષના બે છોકરા પણ છે.

છેલ્લા કેટલાક સમયથી પતિ જયેશ અને સસરા દિનેશ ડાંગી તથા સાસુ રમીલાબેન ડાંગી મીનાબેન ઉપર આડા સંબંધનો ખોટો શક વહેમ કરી તેની સાથે ઝઘડો તકરાર કરી મારઝુડ કરી ત્રાસ આપી હેરાન કરતા હતા. આ બાબતની જાણ મીનાબેને નવરાત્રીમાં પિયરમાં જઇ પિતાને જાણ કરી હતી પરંતુ છોકરીનો ઘર સંસાર બગડે નહી તે માટે સમજાવી પાછા સાસરીમાં મોકલી આપી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: