દીપડો ત્રાટક્યો: ​​​​​​​ધાનપુર તાલુકાના લખાણા ગોજીયા ગામે દીપડાએ હુમલો કરતા એક વૃદ્ધ સહિત ચાર યુવકોને ગંભીર ઇજા થઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Four Youths, Including An Old Man, Were Seriously Injured When Deepada Attacked Lakhana Gojia Village In Dhanpur Taluka.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દીપડો ઝાડ ઉપર ચડી જતા ગામમાં ભયનો માહોલ ફેલાયો વન કર્મીઓએ દીપડાને જંગલ તરફ ભગાડી મૂકતા ગામજનોમાં હાશકારો

દાહોદના ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રહેતા 65 વર્ષિય ભુરીબેન ભલાભાઇ જે સવારે નવ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જતા હતા. તે વખતે જંગલ તરફથી આવેલા દીપડાએ ભુરીબેન ઉપર હુમલો કરતા જમણા પગના ભાગે ઈજાઓ થઇ હતી. આ બનાવની જાણ વનકર્મીઓને થતાં તેઓ ઘટના સ્થળે પહોચીને ભૂરીબેનને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.

ગંભીર ઇજાઓ કરી દીપડો ઝાડ ઉપર છુપાઈ ગયો

જ્યારે ભુરીબેન ઉપર દીપડો હુમલો કરી નજીકમાં આવેલી આંબાની વાડીમાં છુપાઇ જતા વન કર્મીઓએ વિસ્તાર કોર્ડન કર્યો હતો. સાંજના પાંચેક વાગ્યાના અરસામાં લખણા ગોજીયા ગામના જ મહેન્દ્ર કલ્યાણ, પ્રકાશ વાખલા, રણજીત જશવંત, રાજુભાઈ સોમાભાઈ આ તમામ યુવકો ઉભા હતા. ત્યારે ત્યાં અચાનક આવી દીપડાએ એકાએક હુમલો કરતા મહેન્દ્ર કલ્યાણને માથાના ભાગે, પ્રકાશ ભારતની ડાબા હાથે, રણજીત જશવંતને બંને હાથ ઉપર અને રાજુને ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી દીપડો ઝાડ ઉપર છુપાઈ ગયો હતો.

દીપડો માનવભક્ષી બને તે પહેલાં તેને ઝડપી પાડવા માંગ કરાઇ

જ્યારે આ ચાર યુવકો ઉપર દીપડાએ હુમલો કર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લખણા ગોજીયા ટોકરવા ગામના અનેક લોકો બનાવની જગ્યા પર દોડી આવ્યા હતા. અને આ ચાર યુવકોની દેવગઢબારિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા. ત્યારે દીપડો ઝાડ ઉપર છુપાયેલો દેખાતા ગ્રામજનોએ તેને ભગાડવાનો પ્રયત્ન કરતાં ક્યાંક કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તાર અભ્યારણ વિસ્તારમાં આવતો હોવાથી સ્થાનિક કર્મીઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દેવગઢ બારીયા વનવિભાગના ડીએફઓને આ બનાવની જાણ કરતા બારીયા રેન્જના આર.એફ.ઓ પુરોહિત તેમનો સ્ટાફ તેમજ ધાનપુર સાગટાળા રેન્જનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ દીપડાને કોર્ડન કરી ગામમાં આવવાના તમામ રસ્તા બંધ કરી દીધા હતા. ગામલોકોને સહી સલામત જગ્યા ઉપર ખસેડી દીપડાને સાંજના સમયે જંગલ તરફ ભગાડી મૂક્યો હતો.

ત્યારે દીપડો જંગલ તરફ ભાગી જતા ગ્રામજનો તથા વન કર્મીઓએ હાશકારો અનુભવ્યો હતો. દીપડો માનવભક્ષી બને તે પહેલાં તેને ઝડપી પાડવા માટેની ગ્રામજનોએ માંગ કરતા વનવિભાગ દ્વારા તાત્કાલિક દિપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: