દીપડાને બચાવાયો: દેવગઢ બારીયાના આંકલીમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો, વન વિભાગે રેસ્ક્યૂ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં પડતાં પાળી પર બેસી રહ્યો વન વિભાગની ટીમે જાળ નાખી ગણતરીની મિનિટોમાં દીપડાને બહાર કાઢ્યો

દાહોદ જિલ્લામાં શિકારની શોધમાં દીપડા હવે માનવ વસ્તીમાં પણ ઘુસી રહ્યા છે. તેવી જ રીતે દેવગઢ બારીયા તાલુકાના આંકલી ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો હતો.વન વિભાગની ટીમ દ્રારા તેનુ રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.જિલ્લામાં બનતી આવી ઘટનાઓ ભવિષ્યમાં ગંભીર સમસ્યાનું રુપ લઇ શકે તેમ છે.

દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ઘટાટોપ જંગલ આવેલા છે.રીંછોનુ પ્રખ્યાત આભ્યારણ પણ ધાનપુર તાલુકાના કંજેટામાં જ આવેલુ છે.આ વન વિસ્તારમાં દીપડાની સંખ્યા બહુ વધારે છે. જેથી ધાનપુર પંથકમાં તો છાશવારે દીપડા માનવ વસ્તીમાં આવી ચઢે છે અને હુમલા પણ કરે છે. હવે તો દાહોદ શહેરની આસપાસ પણ દીપડા વસ્તીમાં આવી રહ્યા છે.

તેવી જ રીતે એક નાનો દીપડો શિકારની શોધમાં દેવગઢ બારીયા તાલુકાના આંકલીમાં આવી ચઢ્યો હતો પરંતુ અકસ્માતે તે એક કુવામાં ખાબક્યો હતો.બનવા જોગ છે કે રાતથી જ તે કુવામાં પડ્યો હોઇ શકે છે.દીપડો કુવામાં જ સુરક્ષિત પાળી પર બેસી રહ્યો હતો.જેની જાણ થતાં વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. વન વિભાગની ટીમે આવીને દીપડાનુ રેસક્યુ શરુ કર્યુ હતુ.કુવામાં જાળ નાખી થોડી જ મિનિટોમાં આ જાળમાં દીપડાને સેરવી લીધો હતો અને દીપડો કુવામાં ન પડે તેવી રીતે તેને ધીમે ધીમે જાળ સાથે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.જેવો દીપડો બહાર નીકળ્યો તેની સાથે જ જંગલ તરફ ભાગી જતાં સૌને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: