દીપડાની દહેશત: દાહોદ પાસે પટેલ ફાર્મ વિસ્તારમાં દીપડાને ભગાડવા સ્થાનિકોએ ફટાકડા ફોડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દીપડાએ વિસ્તારમાં ઘુસી મારણ કર્યું હોવાની ચર્ચા સાથે દહેશત વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા

દાહોદ શહેરમાં આવેલા પટેલ ફાર્મ વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સાથે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા દીપડાને ભગાવવા માટે દારૂખાનું ફોડવામાં આવ્યું હતું. અને આ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેટલાક પશુઓનું મારણ કરી દીપડો ચાલ્યો ગયો

દાહોદ જિલ્લામાં બહોળો ગ્રામીણ વિસ્તાર આવેલો છે. અને તેમાંય ગ્રામીણ વિસ્તારમાંથી અને જંગલ વિસ્તારમાંથી દીપડા જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ખોરાકની શોધમાં તેમ જ પાણીની શોધમાં આવી પહોંચે છે. ત્યારે દાહોદ શહેર નજીકમાં આવેલા પટેલ ફાર્મ હાઉસ નજીક ગતરોજ ફાર્મમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો. અને કેટલાક પશુઓનું મારણ કરી દીપડો ચાલ્યો ગયો હતો. ફાર્મ હાઉસની નજીક એક નદી પણ આવેલી છે. કહેવાઈ રહ્યું છે કે દીપડો આ નદીમાં પાણી પીવા પણ આવે છે. અને આસપાસના વિસ્તારોમાં પણ આવી પહોંચે છે.

ફાર્મ હાઉસની અંદર દીવાલ કૂદી દીપડો આવે છે

આ વિસ્તારમાં દીપડો વિસ્તારમાં દેખાયો હોવાની ચર્ચાઓ સાથે સ્થાનિકો દ્વારા દીપડાને ભગાવવા માટે દારૂખાનું પણ ફોડયુ હતુ. જાણવા મળ્યા અનુસાર નદી સુધી પાણી પીધા પછી ફાર્મ હાઉસની અંદર દીવાલ કૂદી દીપડો આવે છે. આ વિસ્તારમાં દિપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે જંગલ વિસ્તારના સંલગ્ન અધિકારીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરે તો દીપડો પાંજરે પુરાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: