દિવસે ઉનાળો, રાત્રે શિયાળો અનુભવતા દાહોદવાસીઓ

બેવડી ઋતુથી બીમારીઓનો ભરડો

  • Dahod - દિવસે ઉનાળો, રાત્રે શિયાળો અનુભવતા દાહોદવાસીઓ

    દાહોદમાંથી ચોમાસું વિદાય થયું હોય તેવા ભણકારા દાહોદના વર્તમાન વાતાવરણથી વર્તાઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહથી શહેરમાં પારાવાર ગરમી પડી રહી હોવાને લઈને વરસાદની નિશ્ચિત વિદાય મનાઈ રહી છે. દાહોદમાં રાતના સમયે ફુલગુલાબી ઠંડી પડે છે અને વાહનો ઉપર ઝાકળ પણ જામી જતું નોંધાયું છે. જો કે દિવસભર પંખા અને એ.સી. સતત ચાલતા રહે તેવી ગરમી વરસી રહી હોવાને કારણે દાહોદવાસીઓ ત્રસ્ત છે. બેવડી ઋતુને લઈને દાહોદમાં વિવિધ બીમારીઓ ભરડો લીધો છે. આમ તો દિવાળીના સમયે વ્યવસ્થિત ઠંડીનું આગમન થઇ જતું હોય છે ત્યારે આ વર્ષે દિવાળીને માંડ પખવાડિયું બાકી હોવા છતાં શિયાળાના આગમનના કોઈ એંધાણ નથી. દાહોદમાં નવરાત્રિ પછીના આ સમયે દુર દુરથી આવી જતા શિયાળુ યાયાવર પક્ષીઓનું આગમન પણ થઇ જતું હોય છે જે આ વર્ષે હજુ નોંધાયું નથી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: