દાહોદ st. stephen’s સ્કૂલ ને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ની જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ જાહેર કરવામાં આવી

દાહોદ st. stephen’s સ્કૂલ ને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ની જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ જાહેર કરવામાં આવી
       દાહોદ જિલ્લો એસપીરન્ટ જિલ્લા તરીકે જાહેર થયા પછી દાહોદ જિલ્લામાં આરોગ્ય , શિક્ષણ અને વિકાસ લક્ષી યોજનાઓ નો સારી રીતે અમલ થાય અને તેનો લાભ લોકો મળે તે માટે સરકારે દરેક ક્ષેત્રે ગુણવત્તા ના માપ નક્કી કરી અને તેને વધુ સારી રીતે કેમ પીરસી શકાય તે માટે સરકારી તંત્ર કટિબદ્ધ છે.

         દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં વિવિધ યોજનાઓ હેઠળ શાળાઓ ના ઓરડા નવા બનાવવા, શિક્ષણની ગુણવત્તા સુધારવી, શિક્ષકો ને પણ નવી પદ્ધતિઓ થી પ્રશિક્ષિત કરવા  શાળાઓમાં  સ્વચ્છતા રાખવી, અને ડિજિટલાઈજેશન ને મહત્વ આપવું. આ તમામ બાબતો ની જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક શાળાઓ માં ઇન્સ્પેકશન કરી અને માહિતી કલેક્ટ કરી રેન્કિંગ આપવામાં આવે છે. જે મેરિતના અઢારે સમગ્ર દાહોદ જિલ્લાની શાળાઓમાં શ્રેષ્ઠ શાળા તરિકે દાહોદ ની st. stephens સ્કૂલ ને જાહેર કરવામાં આવી છે અને શાળાના આચાર્ય ફાધર પોલરાજ ને ઇનામ ની રાશિ રૂપે શાળાનો વધુ વિકાસ કરવા રૂ.એક લાખ નો ચેક રાજ્ય સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો.
               આ ઇનામ મળતા દાહોદ સેન્ટ સ્ટીફન્સ શાળાનો તમામ સ્ટાફ ખુશી થી જુમી ઉઠ્યો હતો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ થયા હતા.અને શાળાને ઈનામ મળ્યાની આ તમામ વિગત NEWSTOK24 ને શાળાના ઓફીસ સુપરિટેનડેન્ટ જોસપભાઈ  જસ્ટિનભાઈ એ આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: