દાહોદ APMC માર્કેટ યાર્ડ ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાતના લાભ લેવા માટે યોજાયો માર્ગદર્શન સેમીનાર 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦.

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની A.P.M.C. ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાત માટે લાભ લેવા સેમીનાર યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની રાજય વેરા કચેરી – ઘટક ૪૭ દ્વારા આ સેમીનાર A.P.M.C. માર્કેટ યાર્ડ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ઉપસ્થિત વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનારમાં વેપારીઓને વેરા સમાધાન યોજના – ૨૦૧૯ વિશે વિગતવાર માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરા સમાધાન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની મૃદ્દત તા.૧૦/૦૧/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. બાકી માંગણા સામે અગાઉ ભરવામાં આવેલી રકમ પૂરેપૂરી મજરે આપવામાં આવશે.
અગાઉની યોજનામાં ફકત દંડનીય આદેશ કરેલો હોય તેવા (બોગસ બિલિગ સિવાયના) કિસ્સામાં કોઇ લાભ આપવામાં આવ્યો નથી. જયારે સુધારેલ યોજનામાં મૂળ માંગણાની ૨૦ ટકા રકમ ભર્યેથી બાકી રહેતી રકમ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે વિશેની વિગતે સમજ આપવામાં આવી હતી. સેમીનારમાં પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ યોજનાની નોંધણી, ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજયવેરા અધિકારી A.P.M.C. માર્કેટ યાર્ડના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો, ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ, સભ્યો અને વ્યાપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: