દાહોદ સ્વચ્છ ભારત અભિયાનમાં અગ્રેસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બનાવ્યા ૨ લાખ ૯૨ હજારથી પણ વધુ શૌચાલયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જીલ્લામાં હવે અમને ખુલ્લામાં શૌચ માટે જવાની શરમજનક સ્થિતિ રહી નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંર્તગત અમારા ધરે શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શબ્દો છે દાહોદના ઉકરડી ગામના માનસીંગભાઇ મકવાણાના. દાહોદ જિલ્લામાં દર વર્ષે સેંકડો નાગરિકો સર્પદર્શથી મૃત્યુ પામી રહ્યા હતા તેનું એક પ્રમુખ કારણ ખુલ્લામાં શૌચ જવાની આદત હતી. આ ઉપરાંત આ આદતને કારણે સ્વાસ્થ્યને લગતાં પણ અનેક પ્રશ્નો ઉદભવતા હતા. બહેન દીકરીઓને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૦૦ ટકા લક્ષ્યાંક સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨૯૨૯૬૪ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પ્રત્યેક લાભાર્થીને શૌચાલય બનાવવા માટે ૧૨ હજાર રૂપીયાની સહાય આપવામાં આવે છે. માનસીંગભાઇ મકવાણા જેવા હજારો ગરીબ લોકો માટે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યની બક્ષિશ છે


Related News

Comments are Closed

%d bloggers like this: