દાહોદ સ્થિત ભગિની સમાજના કોરોનાગ્રસ્ત મેનેજરનું અવસાન

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મેનેજર સહિત 9 કર્મી પોઝિટિવ આવ્યા હતાં

દાહોદના શહેરી વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં નોંધનીય વૃદ્ધિ થતા શહેરીજનોમાં ભારે ચિંતાનું મોજું ફેલાયું છે. આ અંતર્ગત 8- 10 દિવસ અગાઉ દાહોદની અગ્રિમ પંક્તિની મહિલા સશક્તિકરણની સંસ્થા દાહોદ ભગિની સમાજના મેનેજર રાજેશભાઈ શાહ પણ પોઝિટિવ જાહેર થયા હતા. બાદમાં અગમચેતી દાખવીને તેમના સંપર્કમાં રહેલા સંસ્થાના 22 કર્મીઓનો કોરોના રિપોર્ટ કરાવાતા તે પૈકી અન્ય 8 કર્મીઓ પણ પોઝિટિવ આવતા ભગિની સમાજને છેલ્લા અઠવાડિયાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાનમાં તબિયત બગડતા રાજેશભાઈને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજેશભાઈનું ગુરુવારે રાતના દુ:ખદ અવસાન થતા સંસ્થામાં સોપો પડી જવા પામ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: