દાહોદ સાંસદની લોકહિતના કાર્યો દ્વારા જન્મ દિવસની ઉજવણી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંતરામપુરના ગાયત્રી મંદિરમાં ગાયત્રી યજ્ઞ

  • 11 હજાર નિરાધાર મહિલાઓનો બે લાખનો વીમો કરાવ્યો
  • ઝાલોદમાં 56 પાણીના ટેન્કર આપ્યા
  • 151 મંદિરોમાં જાપ કરાયા
  • 4 પાલિકામાં સફાઇ કર્મીઓને શાલ-સાડીનું વિતરણ

દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે શનિવારે લોકોહિતના કાર્યો દ્વારા પોતાના 55મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. સાંસદ જશવંતસિંહે લોકસભા મત વિસ્તારની 11 હજાર વિધવા અને નિરાધાર મહિલાઓને બે લાખનું વીમા કવચ પુરૂ પાડી આશિષ મેળવ્યા હતાં. આ સાથે દાહોદ, ઝાલોદ, બારિયા અને સંતરામપુર નગર પાલિકામાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતી મહિલાઓને સાડી અને પુરૂષોને શાલનું વિતરણ કરીને તેમનું સન્માન કર્યુ હતું. કોરોનામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા કોરોના યોદ્ધાઓનું સન્માન પણ કર્યુ હતું. ઝાલોદ તાલુકામાં સાંસદ ગ્રાન્ટમાંથી 56 પાણીના ટેન્કર આપ્યા હતાં. કાર્યકરો દ્વારા વિવિધ મંદિરોએ 315 બિલિપત્રના વૃક્ષનું રોપણ કરાયું હતું. જશવંતસિંહ ભાભોરે કંબોઇથી ગુરુ ગોવિંદ સમાધી મંદિરે પુજા અર્ચના કરી હતી. જન્મ દિવસની ખુશીમાં લોકસભા મત વિસ્તારમાં આવેલા 151 મંદીરોમાં કાર્યકરો દ્વારા પુજા, જાપ કરીને સાંસદ જશવંતસિંહના લાંબા આયુષ્યની પ્રાથના કરી હતી. આ દિવસે સાંસદ ભાભોરના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના. મીશન મંગલમ, એનઆરએલએમ યોજના અંતર્ગત 175 લાભાર્થીઓને 115.44 કરોડના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.

સંતરામપુરના ગાયત્રી મંદિરમાં ગાયત્રી યજ્ઞ
સંતરામપુર ગાયત્રી મંદિરમાં સાંસદ જશવંતસિંહ ભાભોર જન્મદિવસ નિમિત્તે ગાયત્રી યજ્ઞ અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમા સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર મહિસાગર જિલ્લા પ્રમુખ જે પી પટેલ પાલિકાના સભ્યો સંગઠનોના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: