દાહોદ સહિત જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટાં

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાદરવા માસના દાહોદમાં મંગળવારની માફક બુધવારે પણ શ્રાવણના સરવરિયા જેવો ઝરમર વરસાદ વરસવા પામ્યો હતો. મંગળવારે ગરબાડામાં 9, લીમખેડામાં 8, દાહોદ અને દેવગઢ બારિયામાં 5 -5 અને ધાનપુરમાં 3 મીમી મળીને આખા દાહોદ જિલ્લામાં કુલ 30 મીમી જ વરસાદ નોંધાયો હતો. જ્યારે કે બાકીના તાલુકાઓમાં એક બે નાનકડા ઝાપટાં જ થવા પામ્યા હતા. તો બુધવારે પણ દિવસભર સરસ મજાના તડકા સાથે વાતાવરણમાં ઉઘાડ રહ્યો હતો.

બસ, થોડાં થોડાં સમયાંતરે વરસાદના ઝરમર ઝાપટાં જ નોંધાયાં હતા. તે સિવાય આખા જિલ્લામાં વાતાવરણ ખુલ્લું રહેતા દાહોદ શહેર સહિત જિલ્લાના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. બુધવારે તા.26.8.20 ની સવારે 6 થી સાંજના 4 સુધીના સમયગાળામાં જિલ્લાના નોંધનીય કહી શકાય તેવા મોટા ઝાપટાસભર વરસાદે વિરામ ફરમાવતા આખા જિલ્લામાં વરસાદ નોંધાયો ન હતો.

0


Related News

Comments are Closed

%d bloggers like this: