દાહોદ શહેર વાયરલ ઇન્ફેક્શનમાં જકડાયું

વાયરલ કેસોની ત્વરિત સારવાર માટે શહેરના 200 તબીબોને વહીવટી તંત્રનો પત્ર સપ્તાહમાં 1000થી વધુ કેસ સામે આવ્યા :…

 • Dahod - દાહોદ શહેર વાયરલ ઇન્ફેક્શનમાં જકડાયું

  દાહોદ શહેરની પ્રજા હાલ બીમારીથી પ્રજા ત્રસ્ત છે. કોલેરાના બાદ ડેન્ગ્યૂ અને હવે એક વૃદ્ધાને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હાલમાં હાથ-પગને જકડી નાખતાં અને પ્લેટલેટ ડાઉન કરી નાખતાં વાયરલને કારણે લોકો ચીકન ગુનિયા અને ડેન્ગ્યૂની દહેશતમાં છે ત્યારે તંત્ર દ્વારા દાહોદ શહેરના 200 તબીબોને વાયરલ કેસોની ત્વરિત સારવાર માટેના પત્ર લખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

  દાહોદ શહેર પાછલા કેટલાંક સમયથી બીમારીઓમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. ઘરે-ઘર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં દૈનિક 1200થી1400ની ઓપીડી નોંધાઇ રહી છે જ્યારે ખાનગી દવાખાનાઓ પણ ચિક્કાર જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ શહેરમાં આવા વાઇરલની ઝપેટમાં આવેલા 1000થી વધુ દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. કોમન વાયરલને કારણે લોકોના હાથ-પગ જકડાઇ રહ્યા છે અને પ્લેટલેટ પણ ડાઉન થવાનું સામે આવી રહ્યું છે. તેના કારણે પ્રજામાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાની દહેશત ફેલાયેલી છે પરંતુ હાલ સુધી કોઇ પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો નથી.

  …અનુ. પાન. નં. 2

  દાહોદની વૃદ્ધાને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતાં સર્વેલન્સ

  દાહોદથી ઇન્દૌર ખાતે વાયેઝમાં ગયેલા જમાત ખાના પાસે આવેલા હુસેની મહોલ્લા સ્થિત મુસ્તફા એપાર્ટમેન્ટમાં રહેતાં 65 વર્ષિય રેહાનાબેન રાણાપુરવાલાની પરત આવ્યા બાદ તબિયત ખરાબ થઇ હતી. ખાનગી દવાખાને બતાવ્યા છતાં તેમને સારૂ નહીં થતાં વડોદરા ખસેડ્યા હતાં. ત્યાં તપાસ દરમિયાન તેમને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. રેહનાબેનના સંપર્કમાં આવેલા 10 લોકોની સારવાર શરૂ કરાઇ હતી. આ સાથે વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરી હતી.

  એન્ટીલાર્વલ તેમજ ફોગિંગ કરાયું છે

  હાલમાં કોમન વાઇરલ જોવા મળી રહ્યો છે. જેમાં અત્રે નગર પાલિકા તરફથી ઘણા વિસ્તારમાં આવા કેસો જોવા મળે ત્યાં એન્ટીલાર્વલ તેમજ ફોગીંગની કામગીરી હાથ ધરાઇ છે.અતીત ડામોર, જિલ્લા મેલેરિયા અધિકારી,દાહોદ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: