દાહોદ શહેર ખાતે જલારામબાપાની ૨૧૭મી જન્મજયંતિ તથા શ્રી સાંઇબાબાના ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે આવેલ પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિરે સંવત ૨૦૭૩ કારતક સુદ ૭ ને સોમવાર તારીખ ૦૭/૧૧/૨૦૧૬ના રોજ જલારામ બાપાની ૨૧૭મી જન્મ જયંતિ તથા શ્રી સાંઇબાબા નાં ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સવારમાં ૦૭:૦૦ કલાકે નિત્ય આરતી અને પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૦૯:૩૦ કલાકે સંકીર્તન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે જલારામબાપાના મંદિરે થી નીકળી માર્કેટ યાર્ડ થઈ પડાવ થી નેતાજી બજાર થઈ દોલતગંજ બજારથી બપોરનાં ૦૨:૧૫ કલાકે મંદિરે પરત ફરી થતી અને ત્યારબાદ બપોરે ૦૨:૩૦ કલાકે શોભાયાત્રાની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ પરમ પૂજ્ય જલારામબાપાની તથા પરમ પૂજ્ય સાંઈબાબાની મંદિરના ગુંબજ પર ધજારોહણ કરવામાં આવી હતી. પછી બપોરના ૦૪:૦૦ કલાકથી ભોજન પ્રસાદી (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ૦૮:૦૦ કલાકે ફરીથી નિત્ય આરતી અને ત્યારબાદ ૦૯:૦૦ કલાકે ભજન સંધ્યા (ડાયરો) નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૧૨:૦૦ કલાકે ફરીથી પૂજ્ય બાપાની આરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ શહેર અને તેની આજુબાજુના ગામોના લોકો પણ આ પ્રસંગ નો લાહવો લેવા જલારામબાપાના મંદિરે આવ્યા હતા.  આ સમસ્ત કાર્યક્રમ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દાહોદનાં સહયોગથી કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: