દાહોદ શહેરમાં 71 કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 692 ઘરોનો સમાવેશ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દર્દીઓનો સાજા થવાનો દર 92 ટકા થયો
  • જિલ્લામાં 1791 લોકો સંક્રમિત થયા

દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોના નિયંત્રણમાં છે પરંતુ હજુ પણ સંકટ યથાવત હોય દરેકે સાવચેતી રાખવી. ગત અઠવાડિયા દરમિયાન ધાર્મિક કારણોસર અન્ય રાજ્યની મુલાકાત લેનારા નાગરિકો સંક્રમિત થયા હોય નાગરિકો બિનજરૂરી મુસાફરી ન કરે તેમ કલેક્ટરે જણાવ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 138462 સેમ્પલ લેવાયા છે. જેમાંથી કુલ 1791 લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે 1647 લોકો રજા મેળવી ચૂકયા છે. દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા 65 છે. સંક્રમિતોનો રિક્વરી રેટ જોઇએ તો 9195 ટકા છે. જયારે એક્ટીવ કેસોનું પ્રમાણ ફક્ત 3.90 ટકા છે. સંક્રમિતોનું બમણું થવાનું પ્રમાણ 72 દિવસ છે. કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ 0.41 ટકા થયો છે. લેવાતા સેમ્પલોની સાપેક્ષે કુલ પોઝિટિવીટીનું પ્રમાણ 1.29 ટકા છે. દાહોદમાં કુલ 71 કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 692 ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોટા પ્રમાણમાં ડોર ટુ ડોર સર્વે
જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે મોટા પ્રમાણમાં કરી રહ્યો છે. 1450 આરોગ્ય ટીમ દ્વારા રોજના 40384 ઘરોની મુલાકાત લેવામાં આવે છે. રોજે રોજ 55 ઘન્વતંરિ રથો દ્વારા 8133 લોકોની આરોગ્ય તપાસ કરે છે કોરોનાના લક્ષણો જણાય તેમના ત્વરિત ટેસ્ટ કરવામાં આવે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: