દાહોદ શહેરમાં 3 દુકાનોને સીલ મારી દેવાયું

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારમાં કે તે વિસ્તારમાં રહેતાં હોવા છતાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ મારી દેવાયું છે. ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન, કપડાની દુકાન અને અન્ય એક દુકાનને શહેરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા સીલ મરાયું છે. ગોદી રોડ વિસ્તારની ન્યુ વેરાયટી પાન કોર્નર, સતીષભાઇ ગોવિંદભાઇ રામ સ્ટોર અને ટ્રેઝર નામની ત્રણ દુકાનો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોવા છતાં ચાલુ રાખી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: