દાહોદ શહેરમાં રેલવે ઇ ટિકિટની કાળાબજારી કરતો એક ઝડપાયો

10 ટિકિટ સાથે કોમ્પ્યુટર અને રોકડા જપ્ત પોલીસ દ્વારા પાંચ સ્થળે છાપા મરાયા

  • Dahod - દાહોદ શહેરમાં રેલવે ઇ ટિકિટની કાળાબજારી કરતો એક ઝડપાયો

    દાહોદ શહેરમાં રેલવેની ઇ ટિકીટની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે RPF દ્વારા વિવિધ સ્થળે છાપા માર્યા હતાં. ત્યારે શહેરના પાયગા વિસ્તારમાંથી એક યુવક ઝડપાતાં તેની પાસેથી 10 ઇ ટિકીટ સાથે કમ્પ્યુટર તેમજ રોકડા 1600 જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

    તહેવારોની સીઝન હોવાથી ટીકીટોની કાળા બજારી ચાલતી હોવાની બૂમો ઉઠતાં દાહોદમાં પણ આરપીએફના પીઆઇ સતીષકુમારની ટીમે પાંચ સ્થળે છાપા માર્યા હતાં. જેમાં પાયગા વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને ત્યાં તપાસ કરતાં કૌભાંડ પકડાયું હતું. આરપીએફ દ્વારા IRCTCનું લાયસન્સ માંગતાં તે મળ્યું ન હતું. ટ્રાવેલ્સ સંચાલક જરૂરિયાત વાળા લોકોનો સંપર્ક કરીને જુદી-જુદી પર્સનલ આઇડી ઉપર ઇ ટિકીટ બનાવતો હોવાનું કબૂલ કર્યું હતું. એક ટિકીટ બનાવવાના વધારા 30 રૂપિયા કમીશન પેટે લેતો હોવાનું તેણે જણાવ્યું હતું. સંચાલક પાસેથી 10 રેલવે ઇ રિઝર્વેશન ટિકીટ, એચપી કંપનીનું એક કમ્પ્યુટર, એક ડાયરી, કોટક બેંકનું સ્ટેટમેન્ટ અને રોકડા 1640 જપ્ત કર્યા હતાં. આ મામલે આરપીએફે રેલવે એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ચાર દિવસ પહેલાં પણ રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાહોદમાંથી ટિકીટ કાળા બજારીનું કૌભાંડ પકડ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: