દાહોદ શહેરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો સામાન લઇ 11.37 લાખ નહી આપી ચાંઉ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેર અને લીમખેડામાં રેલવેમાં નોકરી લગાવવા તેમજ ક્રેડિટ ઉપર કન્ટ્રક્શનનો સામાન લઇને 44.37 લાખ રૂપિયાની ઠગાઇના બનાવો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાઓ અંગે છેતરપીંડી અને ઠગાઇ કરનારા શિક્ષક સહિતના ચાર સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદમાં સ્ટીલ, સીમેન્ટ તેમજ રેતીના વેપારીને ભરોસો અને વિશ્વાસમાં લઇ બિલ્ડીંગ કન્સ્ટ્રક્સનનો સામાન મંગાવી તેના રૂપિયા 11,37,175 લાખ રૂપિયા નહી આપી વિશ્વાસઘાત કરી ઠગાઇ કરતાં સુપરવાઇઝર સામે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદના અલ મહેમુદ કોમ્પ્લેક્ષ સૈફી મહોલ્લામાં રહેતા અને હકીમી મહોલ્લા ડેવલપર્સના સુપરવાઇઝર મુસ્તફા અઝીઝભાઇ મોગરાવાલાએ તા.23 ઓક્ટોબરના રોજ સળીયાના વેપારી મન્નાન હસનઅલી લોખંડવાલાના ત્યાંથી 8 એમ.એમ.ની 10 ભારી, 10 એમ.એમ.ની 9 ભારી, 12 એમ.એમ.ની 10 ભારી અને 16 એમ.એમ.ની 4 ભારી મળી કુલ 27 ભારી સ્ટીલના સળીયા જેની કિંમત 1,04,978 તેમજ જે.કે. સુપર સીમેન્ટની 200 બેગ જેની કિંમત 330 લેખે રૂ.66,400ની મંગાવતા વેપારીએ અલગ અલગ સાઇટના બિલ પ્રમાણે મોકલી આપી હતી. જેના રૂપિયા સાંજના સમયે મળી જશે તેવુ મુસ્તુફાએ જણાવ્યું હતું.
એડવાન્સ પેમેન્ટ પણ ચાઉં
દિનેશભાઇ કડવાભાઇ પાસેથી લીધેલી ઇટોના 5,15,000, રઇશ અબ્દુલમજીદ શેખ પાસેથી રેતીના રૂ,1,10,000, વિનોદભાઇ રમણભાઇ પરમાર પાસેથી 1,50,000 મુસ્તુફાએ ઇંટો આપવા માટે એડવાંસ પેમેન્ટ લીધેલ જે ઇંટોની ડીલીવરી નહી આપી વેપારીઓને ભરોસો આપી વિશ્વાસમાં લઇ 11,37,175 રૂપિયા આજદીન સુધી નહી આપી ઠગાઇ કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed