દાહોદ શહેરમાં ધામધૂમ થી દશેરાની ઉજવણી

 

KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મૂખ્ય મથક દાહોદ શહેરમાં નવરાત્રીના નવલા નોરતાના દશમો દિવસ એટલે દશેરો. આ દિવસે લોકોના ત્યાં સવારથી જ ફાફડા અને જલેબીનો સ્વાદ માણે છે. દાહોદ માં આજે સાંજના સમયે પરેલ વિસ્તારના સાત રસ્તા પર અને સિનિયર ઇન્સ્ટીટ્યુટ સામેના મેદાનમાં, બસ સ્ટેશનની સામે, ગુજરાતીવાડ, ગોવિંદ નગર, દરજી સોસાયટી, મંડાવાવ રોડ વગેરે સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે દાહોદ શહેર અને તેની આજુબાજુના ગામડાના લોકો પણ દાહોદ શહેરમાં રાવણ દહનને દેખવા ઉમટી પડ્યા હતા. પરેલ વિસ્તારના સિનિયર ઇન્સ્ટીટ્યુટ ખાતે દાહોદ જિલ્લાનો સૌથી મોટો રાવણ દહનનો કાર્યક્રમ થાય છે તેમાં સાંજના ૦૬:૦૦ કલાક થી રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી મેળાનું આયોજન થાય છે ત્યારબાદ મેળામાં રામલીલા ભજવાય છે અને રામલીલાના અંતિમ ચરણમાં રામ ભગવાન રાવણના સંહાર બાદ રાવણના પુતળાને બાણ મારી સળગાવીયું હતું. ગુજરાતીવાડ વિસ્તારમાં પણ લોકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ફટાકડા ફોડી અને ડીજે પર નાચી કૂદી રાવણ દહન કર્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: