દાહોદ શહેરના સિંધી વેપારીની રહસ્યમય સંજોગોમાં જેસાવાડા રોડ ઉપર આવેલ ખેરીયા ગામેથી લાશ મળી

KEYUR PARMAR – DAHOD
 
       દાહોદ શહેરના વેપારી મોહનભાઇ પરમાનંદ બાલવાણી ઉ.વ.૪૦ રહે. ઝૂલેલાલ સોસાયટી, ગોદી રોડ, દાહોદ તારીખ:૧૨/૦૪/૨૦૧૭ના રોજ બપોરના સમયથી ગુમ હોવા બાબતેની જાણ તેમના નાના ભાઈ ભગવાનદાસ બાલવાણીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી, જે અંગે દાહોદ ટાઉન પો.સ્ટે.માં ગુમસુદા જનવજોગ દાખલ થયેલ, ટાઉન પોલીસે આ અંગે તપાસ સાંભળેલ છે.
       દરમિયાન ચીલકોટા જેસાવાડા રોડ ઉપર ખેરીયા ગામે રોડનું કામ ચાલતું હોય ત્યાં મજૂરો રોડની સાઈડનું ખોદકામ કરતાં એક પુરુષ ઇસમની લાશ તેઓને જોવા મળેલ આ બાબતે જેસાવાડા પો.સ્ટે.ને ઇશ્વરભાઇ મોહનભાઇ સંગોડ રહે.ઉલ્કાઝેર, તા.ધાનપુર જી.દાહોદ વાળા મજૂરે જાણ કરેલ આ બાબતે જેસાવાડા પો.સ્ટે.ના પો.સ.ઇ.આર.બી.કટારાએ આગળની તપાસ શરૂ કરી સ્થળ ઉપર જઈ ઇન્કવેસ્ટ પંચનામું કરેલ હતું. આ ઇન્કવેસ્ટ પંચનામું એકઝીક્યુટીવ મેજી. લીમખેડા રૂબરૂ કરવામાં આવેલ ત્યારબાદ આ અજાણ્યા ઇસમની લાશ જેસાવાડા પી.એચ.સી.માં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયેલ ત્યારબાદ આ લાશને મરનારના નાનાભાઈ ભગવાનદાસ બાલવાણીએ પોતાના મોટાભાઇ મોહનભાઇ ઉર્ફે માનુની હોવાનું ઓળખી બતાવેલ. આ લાશ ઉપર ઇજાના નિશાન હોવાથી ભગવાનદાસ બાલવાણી જેસાવાડા પો.સ્ટે.માં પોતાના ભાઇનું અજાણ્યા ઇસમોએ ખૂન કરી તેની લાશનો પુરાવો નાશ કરવા અંગેની ઇપીકો કલામ ૩૦૨, ૨૦૧, ૩૪, ૧૧૪ મુજબ ફરિયાદ આપાતા આ ગુનો જેસાવાડા પો.સ્ટે.માં ગુન્હા નંબર ૨૨/૨૦૧૭ થી દાખલ થયેલ હતો.
       આ રહસ્યમય ચકચારી અને સનસનાટી ફેલાવતા કેસમાં વેપારી ઇસમનું ખૂન કોણે, શા કારણે, ક્યાં આગળ કર્યું હશે તે બાબતે ફરિયાદી કોઈ વિગતો ફરિયાદમાં જણાવેલ ન હતી. તપાસ દરમ્યાન તેના મિત્રો, સંબંધીઓએ પણ હેતુ અને આરોપી વિષે કોઈ શંકા પ્રદર્શિત કરેલ ન હતી. આમ આ ખૂન કેસ અત્યંત પડકાર જનક બની રહેલ છે. આ ગુનો તમામ શક્ય પ્રયત્નો હાથ ધરી શોધી કાઢવા માટે એસ.પી.મનોજ નિનામાના માર્ગદશન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.આર.ગુપ્તાના સુપરવિઝનમાં જેસાવાડા પો.સ.ઇ.કટારને મદદમાં પો.સ.ઇ.પરમાર એલ.સી.બી. તથા પો.સ.ઇ. દેસાઇ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન અને તેઓની ટીમોએ માર્ગદર્શન આપી પુરાવો મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: