દાહોદ શહેરના મજૂર સંઘ દ્વારા દાહોદ થી પાવાગઢ પગપાળા યાત્રા નીકળી

KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આજ રોજ અનાજ માર્કેટ યાર્ડ ખાતેથી દાહોદ મજૂર સંઘ દ્વારા દાહોદ થી પાવાગઢ પગપાળા યાત્રા નીકાળવામાં આવી. આ યાત્રામાં આશરે ૩૦૦ જેટલી નાની મોટી ઉમરની નાના બાળક થી લઈને અબાલ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિએ ભાગ લીધો છે. આજરોજ આશરે બપોરના ૧૦:૦૦ કલાકે અનાજ માર્કેટ યાર્ડ ખાતે આરતી કરવામાં આવી ત્યારબાદ ત્યાંથી દોલતગંજ બજાર સ્થિત ગૌશાળા પોલીસ ચોકીથી મજૂર સંઘ દ્વારા પણ આરતી કરવામાં આવી અને ત્યારબાદ “બોલ મારી અંબે, જય જય અંબે” ના નારા સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં હતો. આ યાત્રા માર્કેટ યાર્ડથી ગૌશાળા મુકામે થઇ દોલતગંજ બજાર થી એમ. જી. રોડ થઈ દેસાઈવાડથી નીકળી ગોધરા રોડથી નીકળી ઘાટાપીર મુકામે પહોંચી હતી ત્યાં દરેક યાત્રાળુ માટે રાકેશ એલ. ભાટિયા દ્વારા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું. આજ રોજ લીમખેડા મુકામે તેમનો રાતવાસો કરશે ત્યારબાદ આવતી કાલે સવારમાં ૦૬:૦૦ કલાકે લીમખેડા સ્થિત મૌનીબાબાના હનુમાનજી મહારાજ ના મંદિરે થી ચાલવાનું શરૂ કરી પરોલી થી થોડાક આગળ રાતવાસો કરશે અને ત્યારબાદ પુનમના દિવસે પાવાગઢમાં “માં કાલકામાતા” ના દર્શન કરી ધજા અર્પણ કરશે અને ત્યારબાદ દાહોદ પરત ફરશે.
આ યાત્રાનું આયોજન લાલભાઈ ભૂરીયા, નરેશભાઇ ગણાવા, સુનિલભાઈ ભાભોર, પુંજાભાઇ કટારા, મોહનભાઇ ભાભોર, સુરેશભાઇ બારિયા, જેસીંગભાઈ તથા તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: