દાહોદ રેલવે દ્વારા ગોદી રોડ બાજુ બીજા એન્ટ્રી ગેટ અને ફૂટઓવર નું ખાતે મુહૂર્ત કરતા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર

Keyur Parmar – Dahod
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે વારસો થી લંબિત પડેલી લોકોની માંગણી ને ધ્યાનમાં રાખી ભારતીય જાણતા પાર્ટીના રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી જસવંતસિંહ ના પ્રયાસો અને પ્રયત્નો થી દાહોદ ગોદી રોડ તરફ રેલ્વે સ્ટેશન દાહોદના બીજા એન્ટ્રી ગેટ અને ટિકીટ કાઉન્ટર તેમજ ફૂટઓવર નું આજે ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાત મુહૂર્ત જસવંતસિંહ ભાભોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમમાં ગુજરાત એસટી નિગમ ના ડિરેકટોર સુધીરભાઈ લાલપુરવાળા, જિલ્લા ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલા , દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલસન બચ્ચાની , દાહોદ શહેર પ્રભારી ગોપી દેસાઈ , એ.પી એમ.સી ના વાઇસ ચેરમેન કમલેશ રાઠી , અને રેલવે ના સી.ડબ્લ્યૂ। એમ તેમજ અન્ય કર્મચારીઓ સ્ટેશન ઇન્ચાર્જ અને દાહોદ નગર પાલિકા ગોદી રોડ વિસ્તારના કાઉન્સિલર તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો અને ગામ ના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ એ કહ્યું કે વારસો થી કોંગ્રેસ ના સમયથી ગોળી રોડ અને દાહોદ ના નાગરિકો ની આ માંગણી પડતર હતી અને અમે એને રેલવે સુધી પહોંચાડી અને ટુકજ સમયમાં આ કાર્યની મંજૂરી મેળવી લીધીહું કેન્દ્ર ની આપડી નરેન્દ્રભાઈ મોદીની સરકાર નો આભાર માનુ છું અને સાથે સાથે માટે હું દાહોદ ના તમામ પત્રકારોનો પણ આભાર મનુ છું કે તેઓ પણ વારંવાર લોકોની રજુઆત લઇ અને અમે એને પણ ધ્યાને લીધી હતી અને આવનારા દિવસમાં હાજી વધી ડેવલોપમેન્ટ બાકી છે અને જે વસ્તુની જરૂરિયાત છે તેવી વસ્તુઓ નું પણ અમે કાર્ય ટૂંકમાંજ આરંભ કરીશું,
બાઈટ – જસવંતસિંહ ભાભોર – રાજ્ય કક્ષા ના કેન્દ્રીય આદિજાતિ મંત્રી


Related News

Comments are Closed

%d bloggers like this: