દાહોદ મહિલા TRB એ 2 વર્ષીય બાળકનું તેના પિતા સાથે કરાવ્યું મિલન

 
 
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલ સુથારવાસા ગામના સાતશેરા ફળિયામાં રહેતા વિમલભાઈ બચુભાઈ બારીયા છેલ્લા ૬ વર્ષથી વિરમગામ રેલ્વે સ્ટેશને કડિયાકામ કરે છે તેઓ તેમના ૨ વર્ષના પુત્ર અંકિતને લઈને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ ઘેરે સુથારવાસા આવેલ અને આજ રોજ તા.૧૧/૦૮/૨૦૧૮ તેમના પુત્રને લઈ વિરમગામ જવા તેમના ઘરે સુથારવાસાથી દાહોદ ખાતે બપોરના ૦૩:૦૦ વાગે S.T. બસ સ્ટેશને આવી ગયેલ ત્યાં તેઓ તેમના પુત્રને બસ સ્ટેશનના ગેટ પાસે આવેલ કેદારનાથ રેસ્ટોરેન્ટ આગળ એકલો મુકી બજારમાં કામ અર્થે જતા રહેલા. આ રેન્ટોરેન્ટની આગળના ભાગમાં બાળકને રડતું જોઈ ત્યાં હાજર TRB ની મહિલા સોનલબેન નિનામાએ રડતા બાળકને ઊંચકી લઈ તપાસ તજવીજ કરતા તેના પિતાને શોધી કાઢી ટૂંક સમયમાં પિતાને પુત્ર સોંપી દઇ સરાહનીય કામગીરી કરેલ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: