દાહોદ પોલીસ સફળ કામગીરી વાહન ચોર ને અટક કરી ત્રણ મોટરસાયકલ કબ્જે લીધી વધુ ભેદ ઉકેલવાની શક્યતા
Keyur Parmar – Bureau Dahod
દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો વધવા પામેલ હતા જેથી દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ. આર. ગુપ્તાની સૂચનાનાં આધારે તા.૧૩/૦૭/૨૦૧૬નાં રોજ રૂટિન કોમ્બિંગ ગોઠવવામાં આવેલ જે આધારે દાહોદ ટાઉન PI એમ.જી.ડામોર તથા PSI એમ.જી.ઢોડીયા અને PSI રઝાત તથા તેઓની સાથે સ્ટાફના માણસોની ટીમ બનાવી વડબારા, આગાવાડા ચોકડી તથા ગરબાડા ચોકડી ખાતે વાહનો ચેકીંગ કરવામાં આવતા હતા તે દરમિયાન જુદીજુદી જગ્યાએથી કુલ ૧૫ શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલો મળી આવતા દાહોદ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.જેમાં હીરો હોન્ડા આઈ.સ્માર્ટ નંબર GJ20 – LB – 6920, હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ20 – H – 2495, હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ20 – એલ – 2342 મોટરસાઈકલો દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલ હોવાનું જણાઈ આવેલ જેથી આ મોટરસાઈકલોની ચોરી સંબંધે અંગત બાતમીદારથી તપસ કરાવતા રમસુભાઇ છીતુભાઇ મિનામા રહેવાસી વડબારા તા.જિ. દાહોદનાને મંડાવાવ સર્કલ પાસે પકડી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી 3 મોટરસાઇકલની ચોરી કરેલા ની કબૂલાત કરતાં તા. ૨૦/૦૭/૨૦૧૬ના રોજ અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ ચાલુ છે અને બીજી મોટરસાઈકલોની ચોરીનો ભેદ ઉકેલાય તે દિશામાં પણ તપાસ ચાલુમાં છે.આમ દાહોદ ટાઉન પોલીસે જુદી જુદી જગ્યાએ કોમ્બિંગ હાથ ધરી કુલ ૧૫ વાહનો લાવી એકલવ્ય સૉફ્ટવેરથી સર્ચ કરતાં ૩ મોટરસાઇકલ ચોરીની હોવાનું જણાઈ આવતા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના ૩ ગુનાઓ ડિટેક્ટ કરી પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.
HONDA NAVI – RAHUL MOTORS
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed